સુરત : લાખોના હિરાની ચીટીંગ કરી ભાગી છુટેલા રીઢા ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બે વર્ષથી લાખોના હિરાની ચીટીંગ કરી ભાગી છુટેલા રીઢાને ઝડપી પાડી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને એવી બાતમી મળી હતી કે મહિધરપુરામાં હિરા લે વેચનો ધંદો કરતા વેપારી પાસેથી 90 દિવસની અંદર રૂપિયા ચુકતે કરી દેવાની વાત કરી 19 લાખ 26 હજારથી વધુના હિરા લઈ ભાગી છુટેલો રીઢો હિરાબાગ પાસે આવવાનો છે જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હિરાબાગ ખાતે આવેલ સંતલાલ સોસાયટીના નાકેથી ઠગ એવા ભાવેશ બોદરાને ઝડપી પાડ્યો હતો. અને તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.