સુરત : વેડરોડ ખાતે પિતાએ જ પુત્રનું ગળુ દબાવી કરી હત્યા

વેડરોડ પર આવેલ મરાઠી સ્કુલ સામે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા મરાઠી પરિવારમાં પિતાએ જ પુત્રનું ગળુ દબાવી હત્યા કરી ભાગી છુટ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે. તો પુત્રની લાશ પંખા પર લટાવી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યુ છે. હાલ પોલીસે હત્યારા આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી છે.
ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડરોડ ખાતે આવેલ મરાઠી સ્કુલ સામે લક્ષ્મી નગર સોસાયટીમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના સમાધાન કારભારી માળીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેના ભાઈ સાગરની તેના પિતા કારભારી બાબુલાલ માળીએ ઘરમાં દોરી વડે ગળે ફાંસો આપી હત્યા કરી ઘરમાં જ તેની લાશ મુકી ભાગી છુટ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસને જાણ કરાઈ હતી. જેથી તાત્કાલિક ચોક બજાર પોલીસ મથકનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ તપાસ શરૂ કરી હતી. તો હત્યારા પિતાએ પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશ પંખા પર લટકાવી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. તો પોલીસે હાલ હત્યારા પિતાની ધરપકડ પણ કરી લીધી છે.
વેડરોડ પર પિતા એજ પુત્રની દોરી વડે ગળે ફાંસો આપી હત્યા કરી હોય જેને લઈ આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અગાઉ ટીઆરબીમાં નોકરી કરતો મૃતક હાલ કાપડના વ્યવસાયમાં કામ કરતો હોવાનું જણાવ્યુ હતું.