સુરત : વેપારીને 50 લાખની વગર વ્યાજે લોન અપાવવાનું કહી આચરી ઠગાઈ

સુરતના વેપારીને 50 લાખની વગર વ્યાજે લોન અપાવવાનું કહી તેઓ પાસેથી અલગ અલગ ચાર્જ પેટે 42.40 લાખ પડાવી લેનાર ટોળકીના ચાર રીઢાઓ ઝડપાયા બાદ મુખ્ય સુત્રધાર બે રીઢાઓને પણ સાયબર ક્રાઈમના પી.આઈ. ટી.આર. ચૌધરીની ટીમે ઝડપી પાડ્યા હતાં.
સુરતના વેપારીને ઉત્તર પ્રદેશની ગુરૂકુલ જ્યોતિષ સંસ્થામાંથી વગર વ્યાજે 50 લાખની લોન અપાવવાનું જણાવી વિશ્વાસમાં લઈ લોન મંજુર કરાવવા માટે અલગ અલગ ચાર્જ પેટે 32 લાખ 40 હજાર રૂપિયા પડાવી લઈ લોન ન કરાવી આપી ઠગાઈ આચરનાર ગુરૂકુલ જ્યોતિષ સંસ્થાના ઈન્ડસઈન્ડ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હોવા છતા ફરિયાદીની લોન મંજુર ન કરાવી ઠગાઈ આચરી હતી. જે મામલે સુરત સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાતા અગાઉ સાયબર ક્રાઈમની ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. તો તપાસમાં મુખ્ય સુત્રધાર અન્યો હોય જેઓને સુરત સાયબર ક્રાઈમ પોલીસના પી.આઈ. ટી.આર. ચૌધરીની ટીમે મુખ્ય સુત્રધાર એવા શ્રીરામ બિહારી રાય અને પ્રદિપ કુમાર શ્રીરામ સીંગને ટેકનીકલ સર્વેલન્સ ના આધારે ઝડપી પાડ્યા હતાં. અને સુરત લાવી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.