સુરત : શ્રમજીવીઓએ દબાણ ખાતાનો સખત વિરોધ કરી રોડ ઉપર આવી ગયા

અશ્વનિકુમાર સ્વામીનારાયણ ચાર રસ્તા નજીક શાકભાજી અને ફ્રૂટની લારી લગાવી રોજગારી મેળવતા શ્રમજીવીઓએ આજે દબાણ ખાતાનો સખત વિરોધ કરી રોડ ઉપર આવી ગયા હતા. નાના વેપારીઓએ દબાણ ખાતાના વાહનો આગળ સૂઈ વિરોધ કરતા ઉપરી અધિકારીઓ અને મેયર સહિત સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ દોડતા થઈ ગયા હતાં.
હાલમાં દેશમાં મોંઘવારી આસમાને છે ત્યારે આટલી મોંઘવારીમાં પણ પસીનો પાડી બે રૂપિયા કમાઈને ઘર ચલાવતા શ્રમજીવીઓ ના જ પાલિકા ને દબાણ દેખાય છે. અશ્વનિકુમાર રૂસ્તમબાગ સ્વામીનારાયણ મંદિર નજીક જાહેરમાં શાકભાજી અને ફ્રુટની લારી લગાડતા શ્રમજીવીઓને પાલિકાનું દબાણ ખાતું વારંવાર હેરાન કરતું આવ્યું છે. લારી ઉપાડી જવી, માલ સમાન રોડ પર ફેંકી દેવો નહિતર જમા લઈ લેવી જેવી બાબતોથી કંટાળી ગયેલા શ્રમજીવીઓએ આજે પાલિકા સામે મેદાનમાં ઉતરી પડ્યા હતાં. રોજ કમાઈને રોજ ખાવાવાળા ગરીબોએ આજે આવેલા પાલિકાના દબાણ ખાતાના વાહનો સામે સૂઈ વિરોધ નોંધાવ્યો હતો. અમારી લાશ પરથી વાહન લઈ જાઉં પછી અમારો સમાન લેજો કહી ભારે હોબાળો મચાવ્યો હતો. શ્રમજીવીઓનો રોષ જોઈ પાલિકાના મેયર અને સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં.
લોકોએ કહ્યું હતું કે, હવે ગરીબોએ પાલિકાની સતા પાંખના પદાધિકારીઓ સહિત તમામને ચોપડી આપ્યું કે ભલે આજે સમાન લઈ જાઉં અને અમને ભિખારી બનાવો કાલે વોટ માગવા આવજો પછી તમને કેવા ભિખારી બનાવીએ જોજો. બસ આ સંભાળી સતાધારી પક્ષના પદાધિકારીઓના પગ તળિયેથી જમીન સરકી જતા ચાલી ગયા હતા.