સુરત : સંતોષી નગરમાં રહેતા ઓરિસ્સાવાસીએ તેની પત્નિનુ ગળુ દબાવી કરી હત્યા

નવાગામ ડિંડોલી ખાતે આવેલ સંતોષી નગરમાં રહેતા ઓરિસ્સાવાસીએ તેની પત્નિનુ ગળુ દબાવી હત્યા કરી ભાગી છુટ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવાગામ ડિંડોલી ખાતે આવેલ સંતોષી નગરમાં સંતોષી માતાની મંદિરની ગલીમાં રેલ્વેની દિવાલ પાસેના મકાનમાં રહેતા ઓરિસ્સાવાસી રોહિત સીમાંચલ સ્વાઈએ તેની પત્નિ સુલતાના રોહિત સ્વાંઈની ગત 12 એપ્રિલે રાત્રીના સમયે ગળુ દબાવી હત્યા કરી ભાગી છુટ્યો હતો. બે દિવસ બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ત્યાં પહોંચી લાશનો કબ્જો લઈ ફરિયાદ નોંધી હત્યા કરી ભાગી છુટેલા હત્યારા પતિ રોહિત સીમાંચલ સ્વાઈને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.