સુરત : સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સ્પાર્કલ 2021નું આયોજન કરાયું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ત્રણ દિવસીય સ્પાર્કલ 2021નું આયોજન કરાયું છે. જેનું શનિવારના રોજ ઉદ્ધઘાટન કરાયુ હતું. સ્પાર્કલ 2021માં રોઝેટા ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર રહ્યુ હતું. કારણ કે દર વર્ષે રોઝેટા ડાયમંડ દ્વારા દેશનો નાનામા નાનો વ્યક્તિ રિયલ ડાયમંડ પહેરી શકે તે માટે સૌથી સસ્તી જ્વેલરી પ્રદર્શિત કરી છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ત્રણ દિવસીય એટલે કે 20, 21 અને 22 ફેબ્રુઆરીના રોજ સ્પાર્કલ 2021 નું ભવ્ય આયોજન કરાયું છે. જેનું શનિવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ ચેમ્બર દ્વારા આયોજીત સ્પાર્કલ 2021નું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રોઝેટા ડાયમંડ રહ્યું હતું. કારણ કે રોઝેટા ડાયમંડ દ્વારા દેશનો નાનામાં નાનો વ્યક્તિ પણ રીયલ ડાયમંડ જ્વેલરી પહેરી શકે તે માટે સસ્તા દરની જ્વેલરી પ્રદર્શિત કરાઈ છે. તો આ અંગે રોઝેટા ડાયમંડના મંથનભાઈ સાથે વાત કરાતા તેમણે જણાવ્યુ હતું કે રોઝેટા ડાયમંડ દ્વારા હિરા પહેને તો રીયલ પહેને અને ડાયમંડ સબ કે લીયે ના સ્લોગન સાથે દેશના 15 રાજ્યોમાં 800 થી વધુ શોપ ચાલી રહી છે અને 1 લાખથી વધુ તેઓના સંતુષ્ટ ગ્રાહકો છે. ત્યારે સ્પાર્કલમાં તેઓ દ્વારા નવનવી ડિઝાઈન સાથેની ડાયમંડ જ્વેલરી પ્રદર્શિત કરાઈ છે. તો છેલ્લા ચાર વર્ષથી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આયોજીત થતા સ્પાર્કલમાં રોઝેટા ડાયમંડ પાર્ટીસિપેટ કરી રહ્યુ હોવાનું પણ જણાવ્યુ હતું.
વધુમાં શહેરીજનોને રોઝેટા ડાયમંડના મંથનભાઈએ જણાવ્યુ હતું કે તમામ શહેરીજનોએ એકવાર સ્પાર્કલની અને તેમાં પણ ખાસ કરીને રોઝેટા ડાયમંડની મુલાકાત લેવી જોઈએ. ત્રણ દિવસ એટલે કે 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમ્યાન સરસાણા ખાતે આ સ્પાર્કલ 20221નું પ્રદર્શન કરાયું છે.