સુરત : હાઈટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ

પુલવામા ખાતે 14મી ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે આઈ લવ ગ્રીન ઉધના સ્ટેશનના મોન્યુમેન્ટમાં અનાવરણનું કાર્યક્રમ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા યોજાયો હતો. જેમાં અનેક મહાનુભાવો જોડાયા હતાં.
ભારતમાં હૃદયદ્રાવક પુલવામાં આતંકવાદી હુમલાની ઘટનાને આજે બે વર્ષ પૂરા થઈ રહ્યા છે. 14 ફેબ્રુઆરી 2019નો એ દિવસ હતો કે જ્યારે ભારત દેશનો એક નાગરિક એવો નહીં હોય કે જેની આંખમાં આ ઘટના બાદ આંસુ ન આવ્યા હોય કે આક્રોશ ન જન્મ્યો હોય. પુલવામાં સુરક્ષા દળોના કાફલા પર બારૂદ અને દારૂગોળાથી ભરેલી કાર અથડાવાઈ હતી જેમાં 40 જવાન શહીદ થયા હતાં. જે આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે આવેલ આઈ લવ ગ્રીન ખાતે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સથે મોન્યુમેન્ટ પણ અનાવરણ કરાયુ હતું. જે પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
હાઈટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા શહેરમાં પર્યાવરણ ક્ષેત્રની સાથે વિવિધ સામાજિક કાર્યક્રમો પણ કરાય છે.