હળવદ : 90% સેરેબલ પલ્સી પિડિત યુવાને મેળવ્યા નેશનલ કક્ષાએ 3 એવોર્ડ

આપણે ત્યાં કેહવત છે ને કે “કદમ હોય અસ્થિર જેના એને રસ્તો જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” આ વાક્યને સાર્થક કરતો કિસ્સો હળવદના 90% ટકા સેરેબલ પલ્સી યુવાને નેશનલ કક્ષાએ 3 એવોર્ડ મેળવી સાર્થક કર્યું છે.
ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ સેરેબ્રલ પલ્સી પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા બિહારના પટના ખાતે 17મી નેશનલ પેરા ઓલમ્પિક ગેમ્સ તારીખ 21 થી 23 માર્ચે દરમિયાન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદના 90% સેરેબલ પલ્સી પિડિત જય કણઝરીયાએ રાષ્ટ્રીય કક્ષાએ ગોળાફેક તેમજ બરછી ફેકમાં દ્વિતીય નંબર મેળવી નેશનલ કક્ષાએ 2 સિલ્વર મેડલ અને ચક્ર ફેકમાં તૃતીય નંબર મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાતનુ નામ વધાર્યું છે.
ધારાબેન અને રોહિતભાઈ કણઝરીયાનુ એકમાત્ર સંતાન જય 90% સેરેબલ પલ્સી છે જેને નાનપણથી જ કસરતો તેમજ 3 સર્જરી કરાવી છે તો નાનપણથી જ રમતગમત પ્રત્યે શોખીન જય કણઝરીયાને મોરબી જિલ્લાનુ નેતૃત્વ કરવાનો રાજ્યકક્ષાએ મોકો મળ્યો હતો જેમાં બિહારના પટના ખાતે 3 એવોર્ડ જીતીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
મુળ ધાગંધ્રા તાલુકાના કંકાવટી ગામના અને હાલમા કપડાની નાની એવી દુકાનમાં વ્યવસાય સાથે રોહિતભાઈ કણઝરીયા અને ગૃહિણી ધારાબેનને માત્ર એક જ સંતાન 90% સેરેબલ પલ્સી પિડીત જય કણઝરીયા છે અને તેનુ આગામી લક્ષ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવી સમગ્ર વિશ્વમાં ભારતનુ નામ રોશન કરવાનું છે.