Rajpipla : અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા કલેકટર ને આવેદન આપ્યુ

22વર્ષ થયા છતા નર્મદા જિલ્લામાં ફૂડ અને ડ્રગ વિભાગની તેમજ તોલમાપ ખાતાની કચેરી કાર્યરત ના હોવાથીઅખિલ ભારતીય ગ્રાહક પંચાયત,નર્મદા દ્વારા રાજપીપળા ખાતેસંયોજક પ્રવીણ સિંહ ગોહિલ, તથા દીપક જગતાપ ,મહેશ રૂષિ, અજિત સિંહ રાઠોડ, ની ઉપસ્થિતિ મા કલેકટર ને આવેદનપત્ર આપ્યુહતું
આવેદન મા જણાવ્યુ હતું કે નર્મદા જિલ્લો બન્યાને લગભગ 22 વર્ષ થયા છે.જિલ્લામા ક્રમશઃ સુંદર વિકાસ પણ થઈ રહયો છે.પરંતુ હજુ સુધી નર્મદા જિલ્લામા ફૂડ અને ડ્રગ વિભાગની કચેરી તેમજ તોલમાપ ખાતાની કચેરી કાર્યરત થઈ નથી!
નર્મદામા ફૂડ અને ડ્રગસ વિભાગની કચેરી ન હોવાથી જિલ્લા મા હોટેલ, રેસ્ટોરાં તેમજ ખાણીપીણીની લારીઓ મા મીઠાઈ તેમજ અન્ય ખાધ્ય પદાર્થોમા ભેળસેળ થતી હોય છે.ઓછા ભાવે હલકી ગુણવત્તાની મીઠાઈ તેમજ અન્ય ખાધ્ય પદાર્થોમા પણ ભેળસેળ થાયતો તેની ચકાસણી સમય સમય પર અને આકસ્મિક ચેકિંગ થતું નથી.! એ ઉપરાંત હોટેલોમાં વપરાતા પાણીમા ક્લોરીનેશન કરાતું નથીહોટેલોમાં ની બહાર ક્યા તેલનો વપરાશ કર્યો છે તેનુ બોર્ડ મરાતુ નથી! હોટેલો રેસ્ટોરાંમા ગુણવત્તા યુક્ત ખાદ્ય પદાર્થો વપરાય છે કે નહી તેનુ પણ ચેકિંગ થતુનથી! તેથી કેટલાક લેભાગુ વેપારીઓ તેનો ગેરફાયદો ઉઠાવે છે. હોટેલોમાં ઉઘાડો અને વાસી ખોરાક વેચાતો હોય તો આરોગ્ય માટે નુકસાન કર્તા છે. નર્મદા જિલ્લામાં આ કચેરી કાર્યરત ન હોવાથી અને આ કચેરી ભરૂચ જિલ્લામાં આવેલી હોવાથી માત્ર તહેવારો ટાણે ફૂડ ઇન્સ્પેક્ટરો ચેકિંગ કરવા આવતા હોય છે.જે માત્ર ઔપચારિક અને ઉપરછલ્લું ચેકિંગ થતું હોય છે. દર વર્ષે એકાદવાર ચેકિંગ કરવા આવે છે અને સેમ્પલ પણ લે છે .આજ દિન સુધી કોઈ ભેળસેળ પકડાઈ નથી! અર્થાત અહીંયા માત્ર ઉપરછલ્લું જ ચેકિંગ થાય છે .જેને કારણે ગ્રાહકોને નુકસાન અને અન્યાય પણ થાય છે. ઉપરાંત નર્મદા જિલ્લામાં તોલમાપની કચેરી ઘણા .વર્ષોથી કાર્યરત નથી! જેના કારણે નાના મોટા વેપારીઓ તોલમાપમાં છેતરપિંડી કરી ગ્રાહકોને છે કરતા હોય છે .ખાસ કરીને શાકભાજી અને અનાજ વેચવા માટેના વજનીયા, કાટલા અધિકૃત હોતા નથી. મોટાભાગના વેપારીઓ ડિજિટલ વજન કાંટો વાપરતાં નથી.ખાસ કરીને છૂટક લારીવાળા પસ્તીનું અને ભંગારનું વેચાણ કરતી વખતે સ્પ્રિંગવાળા બિન અધિકૃત વજન કાંટા વાપરતા હોય છે. જેને કારણે ગ્રાહકને ઓછું વજન આપી આર્થિક નુકસાન કરે છે. ત્યારે ડિજિટલ વજન કાંટા અંગેનું પણ સઘન ચેકિંગ થવુ જરૂરી છે.
એ જ પ્રમાણે તેલ ,કેરોસીન કે અન્ય પ્રવાહીના વેચાણ માટેનાં માપલા પણ અધિકૃત હોતા નથી! જેને કારણે ગ્રાહકનું શોષણ થાય છે. અને નુકસાન પણ થાય છે
ત્યારે નર્મદા જિલ્લામાં તોલમાપ ની કચેરી પણ હોવી આવશ્યક છે.
આમ નર્મદા જિલ્લામાં બંને કચેરીઓ કાર્યરત થાય અને તેના અધિકારીઓ, કર્મચારીઓની નિમણૂક થાય .જે અંગે ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી