Surat : વેડ રોડ પર આવેલ અખંડ આનંદ કોલેજની મનમાની આવી સામે

કોરોનાની મહામારી વચ્ચે સુરતના વેડરોડ પર આવેલ અખંડ આનંદ કોલેજમાં પરિક્ષા માટે વિદ્યાર્થીઓને બોલાવાતા લોકોમાં અચરજ જોવા મળી હતી. ત્યારે કોલેજ દ્વારા સરેઆમ સરકારી ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરાયુ હોય કોઈ પગલા લેવાશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કોરોના ના કેસો વધતા ગુજરાત મા સ્કૂલ કોલેજો શરૂ કરવી નહીં અને પરીક્ષા પણ યોજવી નહીં. ત્યારે સુરત ના વેડ રોડ પર આવેલ અખંડ આનંદ કોલેજ ની મનમાની સામે આવી છે. સરકાર ના તમામ નિયમો ને ઘોળીને પી જઈ કોલેજ માં વિદ્યાર્થીઓ ની પરીક્ષા યોજી હતી.
ગુજરાત તેમજ વિશ્વ ભર મા કોરોના નો કેર ચાલી રહ્યો છે અને સરકાર શ્રી દ્વારા તકેદારી ના ભાગ રૂપે સરકાર દ્વારા નવા નવા નિયમો બહાર પાડવામા આવી રહ્યા છે ત્યારે સુરત શહેર ના વેડરોડ વિસ્તારમાં આવેલ અખંડ આનંદ કોલેજ દ્વારા આવા સરકાર ની કોરોના ગાઈડ લાઈન ના નિતી નિયમો ની ઐસી કી તૈસી કરી પોતાની મન માની મુજબ પોતાનો કાયદો બનાવી અને સ્ટુડન્ટ ની એક્ઝામ લેવામા આવી રહી હોવા ની ધટના સામે આવી છે. ત્યારે સરકાર ના નિયમો તોડી ને કોરોના સંક્રમણ અટકાવવાની જગ્યાએ ફેલાવવા નું કામ કરી રહ્યા છે. કોરોના સુરતમાં વકરી રહ્યો છે ત્યારે સુરતની અખંડ આનંદ કોલેજમાં વિદ્યાર્થીઓને પરિક્ષા માટે બોલાવાયા હોય ત્યારે કોલેજના બે જવાબદાર સંચાલકો સામે પગલા લેવાશે કે કેમ તે જોવુ રહ્યું...