Surat : શ્રી રામ જન્મ ભુમિ તિર્થ ક્ષેત્રના નામે ખોટી રસીદો આપી ઉઘરાણી

એક તરફ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટેનો કાર્ય ચાલી રહ્યો છે ત્યારે શ્રી રામ જન્મ ભુમિ તિર્થ ક્ષેત્રના નામે ખોટી રસીદો આપી ઉઘરાણી શરૂ કરાઈ હોય હાલ તો ફરિયાદના આધારે પોલીસે ઠગોને ઝડપી પાડ્યાં છે.
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ અમરેલીનો અને હાલ સરથાણા જકાતનાકા ખાતે રહેતા કમલેશ કયાડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે કાપોદ્રા ચીકુવાડી કલ્યાણ કુટીર સોસાયટી પાસે રોડ પર ફ્રુટની લારી ચલાવનાર મુળ ઉત્તર પ્રદેશનો અને હાલ કલ્યાણ કુટીર સોસાયટીમાં રહેતો અમિત ઉર્ફે રાહુલ સુરેન્દ્રપ્રસાદ પાંડેનાએ શ્રી રામ જન્મ ભુમિ તિર્થ ક્ષેત્રના નામે ખોટી અને બનાવટી રસીદો બનાવી જાહેરમાં લોકો પાસેથી ઠગાઈ કરી પૈસા એકત્રીત કરી રસીદો ખોટી હોવાનું જાણવા છતા સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. હાલ તો બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આરોપી અમિત ઉર્ફે રાહુલ સુરેન્દ્ર પ્રસાદ પાંડે સહિત બેની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.