અરવલ્લી : ધનસુરા નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

અરવલ્લી જિલ્લાના ધનસુરા નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો..બાયડ રોડ પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે બાઈક ને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું..ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક રોડ ની સાઈડ માં આવેલી કોતર માં પડ્યું હતું..અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક બાઇકને ટક્કર મારી ચાલક ફરાર થઈ ગયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક પુરુષ આરોગ્ય વિભાગ માં ફરજ બજાવતા મહિલાકર્મી ના પતિ મંગલસિંહ હોવાનું સામે આવ્યું છે.બનાવની જાણ થતાં ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક ની લાશ ને પંચનામાં બાદ પોસ્ટમોર્ટમ માટે ધનસુરા મોકલી આપી હતી..સમગ્ર મામલે પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે..