ઉપલેટા : મોટી પાનેલીમાં કોરોના દર્દીઓ માટે કોરોન્ટાઈન સેન્ટરનો પ્રારંભ

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં કોરોના ના દર્દીઓ મા સતત વધારો થઇ રહ્યો છે ઘણા દર્દીઓ ને હોમ કોરોનટાઇન માટે ઘરે પૂરતી સગવડ કે વ્યવસ્થા ના થઇ શક્તિ હોય દર્દીઓ દ્વારા પરિવાર કે આજુબાજુ ના લોકોમાં સંક્રમણ થવાની ભીતિ હોય ગ્રામ પંચાયત સરપંચ શ્રી મનુભાઈ તેમજ બધાભાઇ તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી ભામાભાઈ સાથે ગામ આગેવાનો અશોકભાઈ જતીનભાઈ મહેન્દ્રભાઈ બાલુભાઈ વિનુભાઈ ચંદુભાઈ વિગેરે આગેવાનો દ્વારા મામલતદારશ્રી તેમજ ટીડીઓ સમક્ષ ગામમાં કોરોનટાઇન સેન્ટર ખોલવા રજૂઆત કરતા આગેવાનોની માંગણી મંજુર કરતા તાત્કાલિક ગ્રામપંચાયતના નવા બિલ્ડીંગમા હાલ વિસ બેડનું કોરોનટાઇન સેન્ટર મામલતદાર શ્રી ટીડીઓશ્રી ડઢાણીયા સાથે આગેવાનો તેમજ પીએચસીના નિકુંજભાઈ એ હાજર રહી પ્રારંભ કરાવેલ કોરોનટાઇન સેન્ટરમા દર્દીઓને તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે પીએચસી તરફથી તમામ દેખરેખ સાથે જરૂરી દવા ઇન્જેકસન પ્રાથમિક સારવાર આપવામાં આવશે દર્દીઓ નું સમય સમય ચેકઅપ કરશે સાથે પાનેલી દૂધમંડળી તરફથી દર્દીઓ ને સવારનો ચા નાસ્તો સાથે બંને ટાઈમ પૌષ્ટિક ભોજન તેમજ ફળ ફળાદી આદિ વ્યવસ્થા ઉભી કરાવવામાં આવશે દૂધ મંડળી તરફથી મળેલ સહકાર થી તમામ આગેવાનો સાથે અધિકારીઓ એ આભાર વ્યક્ત કરેલ. સાથેજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદરસાહેબ ના ટ્રસ્ટ તરફથી પાનેલીને પંદર આઇસોલેશન બેડ તેમજ ટેસ્ટિંગ કીટ ફાળવવામા આવતા પાનેલી ગ્રામજનો વતી તમામ આગેવાનોએ પ્રમુખશ્રી નો આભાર વ્યક્ત કરેલ સાથેજ આગેવાનોએ આરોગ્ય અધિકારી તેમજ મામલતદાર ટીડીઓ સમક્ષ ઓક્સિજનની જરૂરિયાત માટે તાત્કાલિક સેવા ઉભી થાય તેવી માંગ કરેલ છે.