કોરોના ટેસ્ટ શું છે અને તેની વિશ્વસનીયતા કેટલી છે જાણો અમારા આ અહેવાલમાં

કોરોના ટેસ્ટ શું છે અને તેની વિશ્વસનીયતા કેટલી છે જાણો અમારા આ અહેવાલમાં

(1) રેપિડ એન્ટિજન ટેસ્ટ (RAT ) :- જે ગળા અને નાકમાંથી સ્વેબ વાટે સેમ્પલ લઇ રેપિડ ટેસ્ટ કીટ પર મૂકી પરિણામ 10 થી 15 મિનિટમાં આપે છૅ તેની સેન્સિટિવિટી 40% અને સ્પેસીફીસીટી 99% છૅ એટલે કે પોઝિટિવ ટેસ્ટ આવે તો કોરોના કન્ફ્રર્મ ગણાય પણ નેગેટિવ ટેસ્ટ આવે તો 100 માંથી 60 લોકો એવા હશે જેને સંક્રમણ હોવા છતાં આ ટેસ્ટમાં ન પકડાયું હોય આથી લક્ષણો હોય તો આગળ બીજા ટેસ્ટ કરાવવા જરૂરી.  ટેસ્ટ કીટની બહોળી ઉપલબ્ધી અને પરિણામ મળવામાં લાગતો ઓછો સમય આ બે કારણે આ ટેસ્ટ કોમ્યુનિટી સ્ક્રીનિંગમાં વપરાય છૅ

(2) RT PCR :- આ ટેસ્ટ પણ ગળા અને નાકમાંથી સ્વેબ લઇ કરવામાં આવે છૅ. પોલિમરેઝ ચેન રીકેકશન ટેસ્ટમાં વાઇરસ ના એક નાનકડા ભાગને અનેક ગણું મોટી સાંકળ જેવા સ્વરૂપ આપી ઓળખી શકાય આ ટેસ્ટમાં CT વેલ્યુ પરથી શરીરમાં વાયરસ ચેપની માત્રા (વાયરલ લોડ) જાણી શકાય. આ ટેસ્ટની સેન્સિટિવિટી 70 થી 75% અને સ્પેસીફીસીટી 99% છૅ એટલકે આ ટેસ્ટ પોંઝોટિવ હોય તો કોરોના હોય જ પણ 100 માંથી 30 લોકો સંક્રમિત હોવા છતાં આ ટેસ્ટ નેગેટિવ આવી શકે. આ ટેસ્ટનું પરિણામ લગભગ 24 કલાકે મળે અને ટેસ્ટ ખર્ચાળ હોવાથી કોમ્યુનિટી સ્ક્રીનિંગમાં ઉપયોગી નથી. ખાસ તો દાખલ દર્દીઓ અથવા ગંભીર દર્દીઓમાં આ ટેસ્ટ કરવામાં આવે છૅ.

(3) ફેફસાનું સીટી સ્કેન :- સીટી સ્કેન મશીનમાં ફેફસામાં કોરોનાના ચેપથી થતા ખાસ ફેરફારથી કોરોના હોવાનું નિદાન થઇ શકે.  કોરોના કે અન્ય કોઈ વાયરસના ચેપથી ફેફસાના સીટી સ્કેનમાં દુધિયા કાચ અપારદર્શક સંક્રમણ દેખાય ( ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી ) જેની તીવ્રતા અને લાક્ષણિકતા પ્રમાણે તેને કોરેડ ગ્રેડ આપવામાં આવે. જેમ ગ્રેડ વધુ તેમ કોરોના હોવાની શક્યતા વધુ. ગ્રેડ 1 કે 2 એ કોરોના હોવાની સંભાવના ઓછી છૅ એવુ દર્શાવે જયારે ગ્રેડ 3 થી 5 કોરોના હોવાની ઉંચી સંભાવના બતાવે. આ સાથે સીટી સ્કેન એ પણ બતાવે કે ફેફસાનો કયો અને કેટલા ટકા ભાગ સંક્રમિત છૅ એ પણ જાણી શકાય. 30 કે 40% ફેફસા સઁકર્મિત હોય તેના કરતા 70 કે 80% સંક્રમણ હોય એ રોગની ગંભીરતા વધુ ગણાય.
આ ટેસ્ટની સેન્સિટિવિટી 95% થી વધુ છૅ (જો ટેસ્ટ લક્ષણો દેખાય તેના 72 કલાક પછી કરાય તો ) અને સ્પેસીફીસીટી 50% જેટલી છૅ એટલે કે સીટી સ્કેનમાં સંક્ર્મણ દેખાય તો કોરોના હોવાની શક્યતા વધુ પણ બીજા વાયરસ જેમ કે સ્વાઈન ફલૂમાં પણ સીટી સ્કેનમાં આવોજ રિપોર્ટ આવે એટલે 100 માંથી 90 થી વધુ સઁકર્મિત દર્દીઓને શંકાસ્પદ કોરોના ગણીએ તો તેમાંથી 10 કે 15 ને બીજા વાયરસ ના ચેપ ને કારણે પણ સીટી સ્કેન માં ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી દેખાતી હોય. સીટી સ્કેન સચોટ નિદાન માટે ચોક્કસ છૅ જો એ યોગ્ય સમયે (બહુ વહેલા નહી ) કરવામાં આવે.  જો કે સરકારી ધારાધોરણ પ્રમાણે ફક્ત સીટી સ્કેનમાં આવે એવા દર્દીઓ ને Remdesivir ઇન્જેક્શન નથી આપી શકતા જયારે વિષમતા ઉદભવે ત્યારે અને એમનો RTPcR રિપોર્ટ પોઝિટિવ હોવો જરૂરી છૅ ઇન્જેક્શન માટે
આશા છૅ આ પોસ્ટથી લોકોમાં જુદા જુદા ટેસ્ટ, સારવાર વિશેની શંકાઓ ગેર માન્યતાઓ દૂર થશે.



Dr.Krushang Gujarati