ચોટીલા : કોરોના સંક્રમણમાં ઉપયોગી ગળા નામની ઔષધિનું વિતરણ કરાયું

ચોટીલા સહિત સમગ્ર વિશ્વ આખું કોરોના વાયરસ ની બીજી લહેર ની ચિંતામાં છે અને આ બીજી લહેરમાં અનેક લોકો કોરોના ની ઝપટે ચડી ગયા છે ત્યારે ચોટીલામાં કોરોના વાયરસના સંક્રમણ મા આવી ગયેલા લોકો ને ખુબજ ઉપયોગી બનતું એવા ગળા નામની ઔષધિ નું વિતરણ ભાજપ બક્ષીપંચ મોરચા અને યુવા મોરચા સહિત ભાજપ ના આગેવાનો ને કર્યું હતું.
ચોટીલામાં હાલ 400 થી વધુ લોકો કોરોના વાયરસના સંક્રમણ માં આવી ગયા છે ત્યારે ગઈકાલે એકજ દિવસ માં ચોટીલામાં સેન્ચ્યુરી વટાવી ગયું હતું અને તા.14 મીના રોજ શહેરના 100 થી વધુ અને ગ્રામ્યવિસ્તારો ના 19 જેટલા લોકો કોરોનાની ઝપટે ચડી ગયા હતા જેમે લઈને ચોટીલા ગ્રામ્યવિસ્તારો ના ભાજપના બક્ષીપંચ મોરચા ના પ્રમુખ ભુપતભાઇ ઘાઘલ અને યુવા મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ જાંબુકીયા તેમજ ભાજપ ના બાબભાઈ
ખાચર સહિતના ઓ એ ચોટીલા રામચોક ખાતે 20 કિલો થી વધુ કોરોના વાયરસના સંક્રમણ માં ઉપયોગી બનતી એવી ગળા નામની ઔષધિ ન તેમજ આ ઔષધિ નો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે ની માહિતી પત્રિકા નું વિતારણ કરવામાં આવ્યું હતું.