જૂનાગઢ : ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની પરવાનગી આપવા માંગ કરાઈ

છેલ્લાં 15 મહિનાથી ટ્યુશન બંધ હોવાના કારણે ટ્યુશન સંચાલકો મોંઘવારી નો માર વેઠી રહ્યા છે.ત્યારે જો સરકાર તરફ થી ટ્યુશન સંચાલકો ને વિદ્યાર્થીઓ ની સંખ્યા નક્કી કરી ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે તો વિદ્યાર્થી નું ભાવિ અંધકારમય થતા અટકી શકે છે .કોરોના હવે ઘણો કાબુમાં આવી ગયો છે, મૃત્યુદર શૂન્ય છે અને કેસો પણ નહિવત છે , વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સહમત છે છતાં જેમ બધા વેપાર – ધંધા- વ્યવસાય ખુલી ગયા, મંદિર, મસ્જિદ , ચર્ચ , જિમ,સ્વિમિંગ પૂલ, થિયેટર, તો ક્લાસીસ કેમ ના ખોલી શકાય
પૂરા ગુજરાતમાં એક લાખથી વધારે નાના-મોટા ક્લાસીસ ચાલતા હતા. જેની સાથે ૧૦ થી ૧૫ લાખ શિક્ષકો અને તેના પરિવાર જોડાયેલા છે. હજી પણ, 15-15 મહિના બાદ પણ ક્લાસીસ ચાલુ ન થતા આ શિક્ષકોના પરિવાર ની રોજી રોટી નું શું ? કેટલાક શિક્ષકોએ તો શિક્ષણ છોડી શાક-બકાલું, પાણી-પુરી,રગડા-પેટિશની લારી કાઢવાનો વારો આવ્યો છે, એ એક શિક્ષક માટે કેટલી હદે યોગ્ય છે. હજી પણ સરકાર એ આ બાબત ધ્યાન ન આપ્યું, તો ઘણાં શિક્ષકોને આત્મહત્યા કરવાનો વારો આવશે. પરિવાર ની આર્થિક હાલત કફોડી બનતા કેટલાક શિક્ષકોએ આત્મહત્યા કરી લીધી છે.ઘણા શિક્ષકોને આત્મનિર્ભર બનાવ્યા. વિદ્યાર્થીઓને તો વર્ષોથી સ્વનિર્ભર કરે જ છે, " એમને આત્મનિર્ભર રહેવા દો." વિદ્યાર્થીઓ નું ભાવી અંધકારમય ના બને માટે રજૂઆત કરવામાં આવી હતી..