જૂનાગઢ : વંથલીના શાપુર ખાતે વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઈ

વર્લ્ડ ટીબી દિવસ નિમિતે વંથલીના શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓને ટીબી રોગ વિશે માહિતગાર થાય તે હેતુથી આરોગ્ય કર્મચારી આશિષભાઇ પરમાર દ્વારા અદૂભુત રંગોળી બનાવવામાં આવી હતી.. જેમાં જિલ્લા ક્ષય અધિકારી નિમાવત, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. કે. કે. બગડા, મેડિકલ ઓફિસર ડો. મેંદપરા, ડો. પરમાર, તેમજ ટીબી ઓફિસના સ્ટાફ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.