ડભોઇ પોલીસ ને બાતમી મળી હતી કે સિંધિયાપુરા ગામે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જે આધારે રેડ કરી 4 ઈસમો ને જુગાર રમતા ઝડપી પાડી રૂ.14410 નો મુદ્દામાલ કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે
મળતી વિગતો અનુસાર ડભોઇ પોલીસ પી.આઈ.જે.એમ.વાઘેલા ને બાતમી મળી હતી કે સિંધિયાપુરા ગામે ઇસમ્માઇલભાઈ હસનભાઈ સિંધી ના ઘર પાછળ કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જે આધારે ડભોઇ ડી સ્ટાફ પોલીસ જવાનો રાજેન્દ્ર ઝાલા,યુવરાજભાઈ ચુડાસમા, અર્જુનભાઇ દ્વારા સ્થળ ઉપર રેડ કરી જુગાર રમતા દસ્તગીર કાલુભાઇ મીરઝા રહે બેગવાળા ડભોઇ, હુસેન મહમદ સિંધી રહે સિંધિયાપુરા, સાજીદ હુસેન ઇબ્રાહિમભાઈ વાણિયાવાળા રહે મહુડીભાગોળ ડભોઇ , અકબર ઉમરભાઈ સિંધી રહે સિંધિયાપુરા નાઓ સહિત 4 ની ધરપકડ કરી તેમની પાસે થી અંગઝડતી ના રુ. 9980/- અને દાવ પર ના રૂ.4430/- કુલ રુ. 14410 નો મુદ્દામાલ કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે