પ્રાંતિજ : મતદારોનો મતદાન કેન્દ્રો ઉપર મોટો ધસારો જોવા મળ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા બીજા તબક્કા નુ મતદાન ને લઈ ને આજે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત માટે નુ મતદાન યોજાયુ હતુ જેમા સવારથીજ મતદારો નો મતદાન કેન્દ્રો ઉપર મોટો ધસારો જોવા મલ્યો હતો .
સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી નુ બીજા તબકકા નુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નુ મતદાન પ્રાંતિજ તાલુકામા યોજાયુ હતુ જેમા જિલ્લા પંચાયત ની ચાર બેઠકો અને તાલુકા પંચાયત ની ૨૦ બેઠકો માટે નુ આજે પ્રાંતિજ તાલુકામા આવેલ ગામોમા મતદાન યોજાયુ હતુ જેમા ઉમેદવારો સહિત મતદારો એ ઉત્સાહ પૂર્વક પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો તો શાન્તિ પૂર્ણ મતદાન યોજાયુ હતુ ત્યારે ભાજપ- કોંગ્રેસ બન્ને પક્ષો જીતના દાવા કરતા નજરે પડયા હતા ત્યારે હાલતો મતદારો ના ભાવી મતદારોએ મતપેટી મા બંધ કરી દીધા છે અને ૨ જી માર્ચ મંગળવાર ના રોજ મત ગણતરી હોય તે દિવસેજ ખબર પડશે કે મતદારો એ આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટ ના ભાજપ- કોંગ્રેસ પક્ષ ના ઉમેદવારો માથી કયા પક્ષ ઉપર વિશ્વાસ મુકયો છે અને જિલ્લાપંચાયત તથા તાલુકા પંચાયત ફરી કોંગ્રેસ ની બનશે કે પછી ભાજપ ના હાથ મા સત્તા જશે એ તો હવે ૨જી માર્ચે જોવુ રહ્યુ . તો એક વાગ્યા સુધી ૪૩.૮૧ ટકા મતદાન યોજાયુ હતુ .