ભાભર : નગર પાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપની સભા યોજાઇ

ભાભર નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી ને લઇ રાજકીય ગરમાવો જોવા મળી રયો છે ભાજપ,કોગ્રેસ,અને આમ આદમી પાર્ટી એ પાલિકા ની ચૂંટણીમાં જંપ લાવતા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામશે જેમાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે કાટાની ટકકર રહેશે જેને લઈ જીત માટે બન્ને પક્ષ એડી ચોટીનુ જોર લગાવી રયા છે તા. ૧૯ ફેબ્રુઆરીના રોજ ભાભર ખાતે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી ની આગેવાની માં સભા યોજાઈ હતી જેમાં ભાજપ આગેવાન અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રયા હતા શંકરભાઇ ચૌધરી અને અલ્પેશ ઠાકોરે સભાને સંબોધન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં મતદારો અને ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ હાજર રયા હતા. ભાભરનગર પાલિકામાં અગાઉ ભાજપે તમામ 24 સીટ ઉપર જીત મેળવી હતી અને સરકારી કોલેજ, ખાડીયા સહિત અનેક વિકાસનાકામો કર્યા હતા આવનારી ચૂંટણીમાં ફરી તમામ સીટો પર ભાજપનો ભગવો લહેરાવી વિકાસના વેગને આગળ વધારવા આહવાન કર્યું હતું ભાજપ દરેક તબક્કે તૈયાર થઈ ફરી તમામ સીટ પર વિજય મેળવવા કમર કસી રયુ છે ગ્રામ્ય, શહેર કે મહાનગરપાલિકા દરેક સ્તરે ભાજપનુ કમળ ખીલશે તેમ શંકરભાઇ ચૌધરી એ જણાવ્યું હતુ..જયારે અલ્પેશ ઠાકોર જણાવ્યું હતું કે વર્ષો થી ભાજપ સરકાર ગુજરાત અને દેશમાં શાસન કરી રહી છે ભાભરનગર પાલિકા ની ચૂંટણીમાં આ વિસ્તારના વિકાસ ને વેગવંતો બનાવવા માટે ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરુ છું.