ભારતમાં પ્રથમવાર મહિલાને ફાંસી મળશે

ભારતમાં પ્રથમવાર મહિલાને ફાંસી મળશે

ભારત દેશમાં સૌ પ્રથમવાર કોઈ મહિલાને ફાંસીની સજા આપવાની તૈયારી થઈ રહી છે. આઝાદ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મથુરા સ્થિત એકમાત્ર ફાંસી ઘરમાં અમરોહાની શબનમને ફાંસીએ લટકાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સાથે જ મેરઠના જલ્લાદ પવને પણ બે વખત જીલ્લા જેલ સ્થિત ફાંસીઘરનું નિરિક્ષણ કરી લીધુ છે. જીલ્લા જેલમાં લગભગ 150 વર્ષ પહેલા મહિલા ફાંસીઘર સ્થાપિત કરવામાં આવ્યુ હતું પરંતુ આઝાદીનાં 73 વર્ષમાં કોઈપણ મહિલાને અહી ફાસી અપાઈ નથી. જો અંતિમ સમયે કોઈ રૂકાવટ નહિં આવે તો બાવનખેડી અમરોહાની શબનમ આઝાદ ભારતની ફાંસી પર લટકનાર પ્રથમ મહિલા બનશે. જિલ્લા જેલની મુલાકાત દરમિયાન જલ્લાદ પવનને ફાંસી માટે તખ્તા-લીવરમાં ખામી જોવા મળી તેને ઠીક કરવામાં આવી રહ્યું છે. બકસર જેલને રસીનો ઓર્ડર અપાઈ ગયો છે. ડેથ વોરંટ મળતા જ તૈયારીને અંતિમરૂપ આપવામાં આવશે. વરિષ્ઠ જેલ અધિક્ષક શૈલેન્દ્ર કુમાર મૈત્રેયે કહ્યું હતું કે શબનમને ફાંસી આપવાની તારીખ નકકી નથી પણ અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
શબનમે પ્રેમી સાથે મળી એપ્રિલ 2008 માં 7 પરિવારજનોની કુહાડીથી હત્યા કરી હતી જેને લઇ તેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી જે ફાંસીની સજાને સુપ્રિમ કોર્ટે યથાવત રાખી છે જે બાદ શબનમેં દયાની અરજી કરી હતી જે દયા અરજીને રાષ્ટ્રપતિએ ઠુકરાવી દીધી છે. આમ શબનમને સજામાં રાહત નથી મળી જેને લઇ તેને ફાંસી ગમે ત્યારે મળી શકે છે.
6 એપ્રિલ 1998 મા મથુરામાં લખનૌની મહિલા રામશ્રીને ફાંસી આપવાની તૈયારી હતી અને તેણે જેલમાં બાળકને જન્મ આપવાને કારણે તેની ફાંસીની સજા ઉમર કેદમાં બદલાઈ હતી આમ હવે જો શબનમને સજા મળે તો તો તે આઝાદ ભારતમાં ફાંસીએ ચઢનાર  પ્રથમ મહિલા હશે.