મોરબી : ટ્રક લોડીંગ સમયે જિસકા માલ ઉસકા હમાલ વિષે નિર્ણય

મોરબીમાં ટ્રક લોડીંગ સમયે જિસકા માલ ઉસકા હમાલ વિષે નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે ટ્રાન્સપોર્ટરોના નિર્ણય સાથે ઉદ્યોગપતિઓ સહમત ના હોય અને આ નિર્ણય અંગે કોઈ અમલવારી કરાઈ ના હોય જેથી ટ્રાન્સપોર્ટરો દ્વારા આજથી લોડીંગ બંધ કરવામાં આવ્યું છે
મોરબી અને વાંકાનેરના ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની તાજેતરમાં મીટીંગ યોજવામાં આવી હતી જેમાં જિસકા માલ ઉસકા હમાલ નિર્ણય કરાયો હતો અને માલ ભરનાર પાર્ટીને જ હમાલી ચુકવવી પડશે તેનો સર્વસંમતીથી નિર્ણય કર્યો હતો જે અંગે ટ્રાન્સપોર્ટ એસો પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર જણાવે છે કે ૧૦ દિવસ પૂર્વે મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગને લેખિત પત્ર આપી હમાલી પાર્ટીએ ચૂકવવી પડશે તેમ જણાવ્યું હતું જોકે ઉદ્યોગોએ કોઈ નિર્ણય કર્યો ના હોય જેથી આજથી મોરબી ખાતે લોડીંગ બંધ કરવામાં આવ્યું છે માત્ર મોરબી નહિ પરંતુ ઓલ ઇન્ડિયા મોટર કોંગ્રેસ અને ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો દ્વારા નિર્ણય લેવાયો છે
જે અંતર્ગત આજથી મોરબીમાં લોડીંગ અને અનલોડિંગ બંધ કરવામાં આવ્યું છે મોરબીમાં પ્રતિદિન 7 થી ૮ હજાર ટ્રકોના લોડીંગ અને અનલોડીંગ થતા હોય છે જે આજથી બંધ કરાયા છે અને જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું પણ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું