રાજપીપલા : બે નંબરી બાયોડીઝલ વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું

આજકાલ કોરોના કાળમાં લોકો પૈસા કમાવવા બે નંબરના ધંધા કરતા હોય છે.જેમાં બાયો ડીઝલ પંપ બનાવવા પરવાનગી લેવી પડતી હોય છે.અને સરકારના ધારાધોરણ પ્રમાણે ફાયર સેફ્ટીના સાધનો રાખવા પડે છે.તેનો સ્ટોક રાખવો પડે છે. જીએસી,એસસીના બિલો રાખવા પડે છે.પણ કેટલાક લેભાગુ લોકો આવી કોઈપણ જાતની પરવાનગી લીધા સિવાય બે નંબરનો વેપલો કરી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચવાનું કૌભાંડ નર્મદા એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યો છે આ લોકો ઓછા ભાવે બાયોડીઝલ વેચી સરકારને ટેક્ષ માં કરોડોનો ચૂનો ચોપડતા હોય ગેરકાયદેસર બાયોડીઝલ નર્મદામાં વેચવાનું કૌભાંડ ઝડપાયું છે.
બનાવની વિગત અનુસાર સાગબારા તાલુકાના ચોપડાવાવ પાસે દેવગે હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક ટેન્કરથી બાયો ડીઝલપંપના મોટા ટાંકામાં નાખવાનું કામ ચાલુ કર્યું હતું. જેમાં ટાંકુ જમીન માં નાખી રીફીલ પંપથી બે નંબરનું બાયોડીઝલ ભરતા પકડાઈ ગયા હતા, જેમાં એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદાના તથા એલસીબી ટીમ સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા,દરમિયાન પોલીસને બાતમી મળતા બાતમીને આધારે એલસીબી સ્ટાફના પોલીસ માણસો તથા મામલતદાર પુરવઠા વિભાગ દ્વારા ને સાથે રાખી વાળી જગ્યાએ રેડ કરતા એક ટેન્કર નં. જીજે 19 વાય 1786 માંથી કેટલાક ઇસમો ટેન્કરમાં ભરેલ પ્રવાહી પંપના મોટા ટાંકામાં ખાલી કરતા હતા જે તમામને ઝડપી તેમના નામઠામ પુછતા જતીનભાઈ વિઠ્ઠલભાઈ ચોથાણી (હાલ રહે,કામરેજ સુવર્ણ ભૂમિ સોસાયટી 6/ 32 તા. જી.સુરત મૂળ રહે, કેશોદ તા. કેશોદ જી. જુનાગઢ ), દિનેશભાઈ રણછોડભાઈ મુધવા ( રહે, સાક્રી, તા. સાક્રી જી. ધુલે,મહારાષ્ટ્ર ), જયપ્રકાશ જટાશંકર મૌર્ય (રહે, અંબિકાનગર, નવાગામ, ડિંડોલી,સુરત, મૂળ રહે, આમીપુર, પો. ઈમામંગજ તા. જ્ઞાનપુર જી. ભદોઈ યુપી )નાની ઝડપી સદર બાયોડીઝલ બાબતે લાઇસન્સ કે મંજૂરીપત્ર માંગતા તેમની પાસે એવો કોઈ પત્ર મળી આવેલ નહીં.
આરોપી જતીનભાઈ તથા દિનેશભાઈ તથા જઈ પ્રકાશ જ્વલનશીલ પ્રવાહી બાયો ડિઝલનો જથ્થો રસ્તે જતા વાહનો માં વેચતા હતા બાયોડીઝલ સરકાર ની ગાઈડલાઈન મુજબ કોઈપણ જાતના ફાયર સેફટી ના સાધન રાખ્યા વગર અને સરકારની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર મોટો આર્થિક લાભ મેળવવા માટે જલદ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી રાખેલ હતો. અને પંપ સંચાલક સરકારી નિયમ મુજબ કોઈપણ જાતના ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર બેદરકારી ભર્યું આચરણ કરી તેમજ મંજૂરી વગર સંગ્રહ કરેલ મળી આવેલ.
જેમાં આરોપીઓ પાસેથી આશરે 12000 લીટર બાયો ડીઝલ કિં. રૂ. 840000/- તથા ફીલીંગ મશીન કિંમત રૂ 50000/- તથા એક ટેન્કર ટ્રક કિં. રૂ. 2000000/- ગણી કુલ કિં. રૂ.2890000/-ની ગેરકાયદેસર વેચાણ અર્થે આવતા પકડાઈ ગયા હતા.સાગબારા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ 285 તથા આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ 3711 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ અધિક્ષક નર્મદાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ પર સતત વોચ રાખી નેસ્તો નાબૂદ કરવાની સૂચનાના પગલે એલસીબી ટીમ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર વોચ તથા ખાનગી બાતમીદારો રોકી કાયદેસરની કાર્યવાહી કરવા પ્રયત્નશીલ છે.