સુરત : ગાંજાના સપ્લાયર ઉડીયાવાસીને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યો

બે વર્ષ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર ઉત્કલ નગર માં થયેલા હુમલાના કેસમાં નાસ્તા ફરતા ગાંજાના સપ્લાયર ઉડીયાવાસીને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યો હતો.
એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે બે વર્ષ પહેલા કતારગામ ખાતે આવેલ ઉત્કલ નગર ઝુપડપટ્ટીમાં દરોડા પાડનાર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ પર હુમલો કરનાર અને બે વર્ષથી નાસ્તા ફરતા ગાંજાનો મુખ્ય સપ્લાયર એવા ર્તનાકર વિપ્ર રાઉતને એસ.ઓ.જી.ની ટીમે કતારગામ ઉત્કલનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી સહતિ અન્ય એક નિરંજન ઉર્ફે નિરો તથા હિતેશ ઉર્ફે હિન્દ્રની સાથે મળી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર હુમલો કર્યો હતો જો કે પોલીસે ત્યાંથી 939 કિલો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. વધુમાં ઝડપાયેલા આરોપીએ 967 કિલો ગાંજાનો જથ્થો મંગાવી કામરેજના ખેતરમાં સંતાડી દીધો હતો જે અંગે પણ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.