સુરત : ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી પાસે લાખોનું જોબવર્ક કરાવી આચરી ઠગાઈ

રીંગરોડ ખાતે આવેલ અનુપમ ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી પાસે લાખોનું જોબવર્ક કરાવી તેના રૂપિયા ન આપી ઠગાઈ આચરનાર ઠગો વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડુંભાલ પરવત પાટિયા પાસે ઋષિ વિહાર ટાઉનશિપમાં રહેતા રિતેશ શ્રવણકુમાર તુલસ્યાન એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ રીંગરોડ ખાતે આવેલ અનુપમ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. તેઓ કાપડ પર જોબવર્ક કરવાનું કામ કરે છે. જુલાઈ 2019માં દલાલ અંકિતકુમાર પવનકુમાર ગોપાલીકા વેપારી કૈલાશ વિજયરાજ ભાદાણીને લઈને રિતેશની દુકાને આવ્યો હતો. તેઓએ કાપડ પર જોબ વર્ક કરાવીને તેનું પેમેન્ટ સમયસર કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. બંનેએ 16.57 રૂપિયાનું જોબવર્ક કરાવ્યું હતું. તેનું પેમેન્ટ બંનેએ કર્યું ન હતું. રિતેશે બંને વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે.