સુરત : પર્સનલ લોન અપાવવાની લોભાણણી વાતો કરી આચરી ઠગાઈ

બજાજ ફાયનાન્સ કંપનીના નામે ફોન કરી બે ઠગોએ યુવાનને પર્સનલ લોન અપાવવાની લોભાણણી અને લલચામણી વાતો કરી તેઓ પાસેથી ઓનલાઈન બે એકાઉન્ટમાં અડધા લાખથી વધુની રકમ ભરાવડાવી લોન ન કરાવી આપી ઠગાઈ આચરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકે બમરોલી રોડ ખાતે આવેલ સાંઈ સમર્પણ સોસાયટી ખાતે રહેતા મયુર જરીવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે શોસીયલ મીડિયામાં તેઓનો બે ઠગોનો ભેઠો થયો હતો. અને તેઓએ પોતે બજાજ ફાયનાન્સ કંપનીમાં હોવાનું કહી ખોટા આઈડી કાર્ડ બતાવી આરોપી જેમાં વડોદગામ ખાતે આવેલ પટેલ ફળિયામાં રહેતા વિશાલ પટેલ અને કાલીપુલ આંબાવાડી ખાતે રહેતા સાકર બોહરાનાએ લોનના બોગસ એપ્રિવલ લેટર મોકલાવી પ્રોસેસીંગ ફીના નામે વિશાલ પટેલે 27 હજાર 950 તથા સાકીર બોહરાનાએ 27 હજાર 110 મળી 55 હજારથી વધુ રૂપિયા વિવિધ બેંક એકાઉન્ટોમાં ભરાવી લોન ન કરાવી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે સુરત સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.