સુરત : સાયણ રોડ પર નિલકંઠ ટાઉનશીપ નામે પ્રોજેક્ટ શરૂ કરી આચરી ઠગાઈ

સાયણ રોડ પર નિલકંઠ ટાઉનશીપ નામે પ્રોજેક્ટ શરૂ કરી બિલ્ડરો વેંચી કાઢેલા ફ્લેટો અન્યોને વેંચી ભાગી છુટ્યા હોવાનો બનાવ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવવા પામ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચમાં વેપારી સરથાણા જકાતનાકા ખાતે સાંસ્કૃત રેસીડેન્સીમાં રહેતા જયેશ ધાનક એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓના પિતાએ પુણાગામ ખાતે આવેલ દેવી દર્શન સોસાયટી પાછળ પ્રમુખ પાર્ક સોસાયટીમાં ઓફિસ ધરાવતા અને સાયણ રોડ પર નિલકંઠ ટાઉનશીપ બનાવનાર બિલ્ડરો જેમાં હસમુખ બેડ, મિલન પાંભર અને પરેશ સરધારા એ બનાવેલ એપાર્ટમેન્ટોમાં ફ્લેટો ખરીદયા હતા અને તેના રોકડા રૂપિયા પણ ચુકતે કરી દીધા હતા. જો કે તેઓની જાણ બ હાર તે જ ફ્લેટો આરોપીઓ હસમુખ બેડ, મિલન પાંભર અને પરેશ સરધારાએ અન્ય પાર્ટીઓ જયેશ પાંભલ અને પિન્ટુ પણસારાને વેંચી કાઢી જયેશ ધાનકના પરિવાર સાથે તથા અન્ય ફ્લેટ હોલ્ડરો સાથે ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.