સુરત : પાવર કટની સમસ્યાનો કાયમી નિવેડો લાવવાની માંગ કરાઈ

પુણા વિસ્તારમાં થતી વારંવાર પાવર કટની સમસ્યાનો કાયમી નિવેડો લાવવાની માંગ સાથે પુર્વ કોર્પોરેટર દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડિરેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડિરેક્ટરને અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે છેલ્લા 15 દિવસથી પુણા વિસ્તારમાં પાવર કટરની વારંવાર સમસ્યા ઉભી થઈ રહી છે. હાલ ઉનાળાના ગરમીના દિવસો હોવાથી પાવર કટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉપરાંત પુણા વિસ્તારમાં મોટાભાગે મહિલાઓ દ્વારા ઘરે સાડીઓમાં જોબવર્ક થકી રોજગારી મેળવાતી હોય અને પોતાના પરિવારને આર્થિક મદદ કરાતી હોય જેથી પાવર કટની સમસ્યાને કારણે તેઓની રોજગારી બંધ થાય છે જેથી પાવર કટની વારંવારની સમસ્યાનો કાયમો નિવેડો લાવવા માંગ કરી હતી.
પુણા વિસ્તારમાં 15 દિવસથી ચાલતી પાવર કટની સમસ્યાનો 48 કલાકમાં નિવેડો લાવવાની માંગ સાથે પુર્વ કોર્પોરેટર દિનેશ સાવલીયા સાથે પુર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય સુરેશ સુહાગીયાએ માંગ કરી તો માંગ પુર્ણ ન થશે તો આગામી દિવસોમાં જનતા સાથે પુણા વિભાગીય કચેરીની તાળાબંધી કરાશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.