Banaskantha : ડીસાના આઈ એમ એ ના 50 થી વધુ ડોકટરોને કોરોના વેક્સિન આપી

કોરોના મહામારી ની વેકશીન સમગ્ર દેશમાં આવી ગઈ છે.તેનું 16 તારીખે પહેલા તબક્કામાં સમગ્ર દેશમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે બીજો તબક્કો ચાલુ કર્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા ડીસાના આઈ એમ એ ના 50 થી વધુ ડોકટરો ને કોરોના વેકશીન આપી બીજા તબક્કાનો પ્રારંભ કરાયો હતો.
સમગ્ર ગુજરાતમાં કોરોનાના નાબૂદ માટે સરકાર દ્વારા સ્વદેશી વેકશીન 16 તારીખે પ્રથમ તબક્કો નો પ્રારંભ કરાયો હતો.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાંચ કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓને પ્રથમ ડોઝ આપી ઉદ્ઘાટન કરાયું હતું.ત્યારે આજે બીજા તબક્કાનું આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આવેલ પ્રાઇવેટ એમ આઈ એ ના ડોકટરો ને કોરોના વેકશીન આપવાનું ચાલુ કર્યું છે.જેથી લોકોમાં કોરોના રશીની કોઈ ને આડ અસર થતી નથી તેમજ લોકો વધારે રશી નો લાભ લે તે હેતુ થી આજે ડીસા આરોગ્ય વિભાગ દ્વારા ડીસામાં આવેલ પ્રાઇવેટ એમ આઈ એ ના 50 થી વધુ ડોકટરો ને કરોના વેકશીન ના ડોઝ આપવામાં આવ્યા હતા.