Bhavnagar : પોલીસ ઉપર હુમલા કેસમાં એક આરોપીને ૭ વર્ષની સખ્ત કેદની સજા

ભાવનગર જીલ્લાના શિહોરમાં પોલીસ ઉપર હુમલા કેસમાં એક આરોપીને ૭ વર્ષની સખ્ત કેદની સજા : 7 આરોપીનો છુટકારો
અઢી વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના શિહોર ખાતે આવેલ લીલાપીરની દરગાહ પાસે આરોપીની તપાસ માટે ગયેલી પોલીસ ઉપર થયેલા હુમલા અંગે 8 શખ્સો સામે જે તે સમયે ફરીયાદ નોંધાયેલ આ અંગેનો કેસ તા.12 ને મંગળવારે ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ ની કોર્ટમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપી સામેનો ગુનો સાબિત માની 7 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય 7 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી હે.કો.મહેન્દ્રસિંહ સતુભા ગોહિલ તથા પો.કો. જયપાલસિંહ ગત તા.31/3/2018 ના રોજ શિહોર પોલીસ સ્ટેશનમાં જાહેર નોકર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્યાન સાંજના 6 કલાકના સુમારે આ કામના આરોપી નં.1 જુનેદ ઉર્ફે જુલ્ફી આરીફભાઈ કાઝી સામે શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અરજી નં.50/18 ના કામે સરકારીવાહન (બાઈક) લઇને મોજે ટાણા રોડ ઉપર ગયેલા આ વેળાએ લીલાપીર ગ્રાઉન્ડમાં જુનેદ મળતા તેને અરજીના કામે શિહોર પોલીસ સ્ટેશનમાં આવવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાય જઈ ફરીયાદી મહેન્દ્રસિંહ સાથે ઉગ્ર બોલાચાલી કરતા મહેન્દ્રસિંહે તેને સમજાવેલ આ બાબતે જુનેદ તથા અન્ય આરોપીઓ (1) જુનેદ ઉર્ફ જુલ્ફી આરીફભાઈ કાઝી (ઉ.વ.23 ) (2) અલ્તાફ ઉસ્માનભાઈ ડોડીયા (ઉ.વ.19 ) (3) અકરમ ઉસ્માનભાઈ ડોડીયા (ઉ.વ .20) (4) અફઝલ આરીફભાઈ કાઝી (ઉ.વ.27) (5) ફેજલ ઈકબાલ ઉર્ફે ગબ્બર (ઉ.વ.18 ) (6) ફરદીન ઉર્ફે ફરીદ યુનુસખાન પઠાણ (ઉ.વ.23) (7) અકરમ ઉર્ફે અશરફખાન પઠાણ (ઉ.વ.23) (8) ઇલ્યાસ ઉર્ફે ઇલો ઉર્ફ દાઠી અલીમહંમદભાઈ મહેતર (ઉ.વ.28) નામના શખ્તોએ એકસંપ કરી પોલીસ કર્મચારી ઉપર લાકડી ,ધોકા ,સ્ટમ્પ તેમજ છુટો પથ્થરમારો કરી ઇજા પહોંચાડતા ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર અર્થે ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં જેતે સમયે ખસેડાયેલ જ્યારે આ બનાવમાં સરકારી વાહન (મોટરસાઈકલ) ને પણ ઉક્ત આરોપીઓએ નુકશાન કર્યુ હતુ. આ બનાવ અંગે ફરીયાદી હે.કો.મહેન્દ્રસિંહ ગોહિલે ઉપરોક્ત તમામ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 143, 147 ,149 ,333, 427, 504, જીપીએક્ટ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો મૌખીક પુરાવા -૧૪ , લેખીત પુરાવા 29, વિગેરે ધ્યાને લઈ આ કામના મુખ્ય આરોપી નં.1 જુનેદ ઉર્ફ જુલફી આરીફભાઈ કાઝી સામે ઇપીકો કલમ 333 મુજબના ગુનામાં આરોપીને તકસીરવાન ઠરાવી ગુનો સાબિત માની 7 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા.10 હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની કેદ , ઇપીકો કલમ 427 મુજબના ગુનામાં આરોપીને 1 વર્ષની કેદ અને રોકડા રૂા.2 હજારનો દંડ , દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજો, ઇપીકો કલમ 504, મુજબના ગુનામાં આરોપીને 1 વર્ષની કેદ રોકડા રૂા.3 હજારનો દંડ , દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજા , જીપીએક્ટ 135 મુજબના ગુનામાં આરોપીને 3 માસની કેદની સજા , રોકડા રૂા.100 નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ 4 દિવસની સજા અદાલતે ફટકારી હતી . આ કામમાં અન્ય 7 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો .