CAB - NCR ના વિરોધમાં રાજઘાટ પર કોંગ્રેસના ધરણા

CAB - NCR ના વિરોધમાં રાજઘાટ પર કોંગ્રેસના ધરણા

CAA અને NRC ના વિરોધમાં કોંગ્રેસ અને સાથી વિપક્ષ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે ભાજપના વિરોધની કમાન પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સંભાળી છે. આ મુદ્દે પ્રિયંકા ગાંધીની સક્રિયતા અને હસ્તક્ષેપ બાદ આજે કોંગ્રેસ પાર્ટી રાજદ્યાટ પર ધરણા પર બેસશે. પહેલા આ કાર્યક્રમ તા 28 ડિસેમ્બરે થવાનો હતો પરંતુ પ્રિયંકા ગાંધીના કારણે આજે ધરણા થશે. કાર્યક્રમ મુજબ કોંગ્રેસ આજે બપોરે 3 વાગ્યાથી રાતે 7 વાગ્યા સુધી શાંતિપૂર્ણ સાંકેતિક ધરણા પર બેસશે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના બધા દિગ્ગજો શામેલ થવાની આશા છે.
આજે કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રી અને અન્ય જગ્યાઓ પર રાજય અધ્યક્ષોની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. રાજસ્થાનમાં કમાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાથમાં લીધી છે.
સીએએ અને એનઆરસીના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલિસની કાર્યવાહી પર પ્રિયંકા ગાંધીએ નિવેદન જારી કરીને કહ્યુ કે જનતાનો અવાજ દબાવવા માટે દેશમાં તાનાશાહીનુ તાંડવ થઈ રહ્યુ છે. એનઆરસી અને નાગરિકતા સુધારા કાયદો દેશની ગરીબ જનતા સામે છે, પ્રિયંકાએ છાત્રો, બુદ્ઘિજીવીઓ, સામાજિક કાર્યકર્તાઓ, વકીલો અને પત્રકારોની ધરપકડની નિંદા કરી છે.
નાગરિકતા સુધારા એકટ, 2019 ને હાલમાં જ સંસદમાં મંજૂરી મળી છે. આ કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફદ્યાનિસ્તાનથી આવેલા હિંદુ, જૈન, સિખ, બૌદ્ઘ, પારસી અને ઈસાઈ સમાજના શરણાર્થીઓને નાગરિકતાનો પ્રસ્તાવ છે. કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષી દળો અને ઘણા સામાજિક સંગઠન આ બિલનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા લોકોનુ કહેવુ છે કે ધર્મના આધારે કાયદો બનાવવો ભારતના બંધારણ પર હુમલો છે.