Chhotaudepur : શિક્ષક શ્રી તરીકે ફરજ બજાવતા જેશીંગભાઈ રાઠવા થયા વય નિવૃત્ત

નસવાડી તાલુકા  પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી તરીકે ફરજ બજાવતા જેશીંગભાઈ રાઠવા નો વય નિવૃત્તિ કાર્યક્રમ કોપરેટ સભ્ય ધવલ પંડ્યા ની અધ્યક્ષતા માં યોજવામાં આવ્યો. જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિતેન્દ્ર ઝાલા સાહેબ તાલુકા  પ્રાથમિક  શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્ર ઠાકોર  .BRC કો. ઓર્ડીનેટર CRC અને નસવાડી તાલુકા ગ્રુપ  ગ્રુપની તાબા શાળાઓના તમામ શાળાના આચાર્ય મિત્રો,તમામ શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં નસવાડી તાલુકા  પ્રા.શાળા દ્વારા માન. નિવૃત્ત થઈ રહેલ શિક્ષક  જેશીંગભાઈ ને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા  ત્યારબાદ જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા, ત્યારબાદ તાલુકા પ્રા. શિ. સંઘ નસવાડી દ્વારા સાલ અને સન્માન પત્ર  અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ ને અનુરૂપ સૌપ્રથમ શાળાના નિવૃત આચાર્ય દિનેશભાઇ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રર્વચન કરવામાં આવ્યુ હતુ  શ્રી જેશીંગભાઈ રાઠવા દ્વારા  જીવન પ્રસંગ વિશે સૌને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપતા શિક્ષકોની આ કોરોના મહામારી વચ્ચેની કામગીરી ને બિરદાવી હતી. અંતમાં  મહેમાન શ્રીઓએ જેશીંગભાઈ ના  નિવૃત્ત સમારંભ વિશે પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું અને જેશીંગભાઇ રાઠવા દ્વારા શિક્ષકોના ગૌરવ સમાન શિક્ષક ભવન નિર્માણ માટે 5000 રૂપિયા  ની સહાય માટે જાહેરાત કરવામાં આવી.આ તબક્કે તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ તરીકે, તાલુકા પ્રા. શિક્ષણાધકારીશ્રી, ગામના વડીલ શ્રીઓ અને તાલુકા તથા જિલ્લા સંઘના પ્રમુખશ્રી માન. જેશીંગભાઇ રાઠવા નું  નિવૃતિ મય જીવન સુખમય, શાંતિમય અને આરોગ્ય પ્રદ રહે તથા પરિવાર આનંદ મય પસાર થાય એવી શુભેચ્છા પાઠવી   આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.