Junagadh : કેવલ બાગ ખાતે વિજયાદશમી શુભ દિવસે શસ્ત્રપૂજન કરાયું

અખંડ ભારત સંઘ દ્વારા વિજયાદશમીના તહેવાર નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
અખંડ ભારત સંઘના પ્રમુખ ભાવેશ વેકરીયા દ્વારા લાલઢોરી કેવલ બાગ ખાતે વિજયાદશમી શુભ દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું જેમાં પેન તેમજ ખેતર ના ઓજારો ગૌ પૂજન ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યો હતો આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસંતી સાહેબ અને અખંડ ભારત સંઘના અધ્યક્ષ ભાવેશ ભાઈ વેકરીયા ના હસ્તે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું તેમાં જ ખેતર ના ઓજારો પણ પૂજન કરવામાં આવ્યો આ તકે એસપી સાહેબ ગૌમાતાનું પૂજન પણ કર્યું આ તકે ભારત સંઘના કાર્યકર્તાઓ એ શસ્ત્ર પૂજન કરી રાષ્ટ્રધર્મ અને ઈશ્વરની ભક્તિ માટે સોમનાથ મંદિરની સુરક્ષા પ્રતિજ્ઞા લીધી અધ્યક્ષ ભાવેશ વેકરીયા એ રાષ્ટ્ર અને સમાજ માટે સંદેશો આપ્યો