Junagadh : ભેસાણ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવની મગફળીની ખરીદીના શ્રી ગણેશ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવની મગફળીના ખરીદીના શ્રી ગણેશ થયા
ભેસાણ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવની મગફળીની ખરીદીના શ્રી ગણેશ થતા સરકારના નિયમ મુજબ ,15, ખેડૂતોને મગફળી ખરીદવા માટે ઓનલાઈન મેસેજ કરવામાં આવ્યો હતો ત્યારે ભેંસાણ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડુતો સવારથીજ મગફળી લઈને આવેલા ત્યાર બાદ ગ્રેડરો દ્વારા ગ્રેડર કરીને મગફળી જોખવાના શ્રી ગણેશ કરવામાં આવ્યા
ભેસાણ માર્કેટીંગ યાર્ડમાં મગફળીના શ્રી ગણેશ ભેસાણ મામલતદાર, યાર્ડ ચેરમેન, જૂનાગઢ ખેતીવાડી યુનિવર્સીટીના અધિકારીઓ, ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ મૅનેજર ના જણાવ્યા પ્રમાણે ખેડૂતોને લગતા તમામ પ્રકાર ની સમસ્યાઓ તમામ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરી ખેડૂતોને બધાજ પ્રકારની સગવડ પુરી પાડવામાં આવશે તેમજ માર્કેટિંગ યાર્ડના મગફળીના સેડોમાં માંડવી જોખવા માટે લાઈટ પાણીની તમામ વેવસ્થા પૂરી પાડવામાં આવશે આજથી મગફળી ખરીદીના શ્રીફળ વધેરી મીઠા મોઠા કરવી ટેકાના ભાવની મગફળી ખરીદીના શ્રી ગણેશ કરવામાં આવ્યા