Banaskantha : ગુજરાતની એક માત્ર ગ્રામપંચાત દ્વારા મહિલા સહાય શરૂ કરાઈ

બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામ ખાતે મહિલા સરપંચ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં મહિલા સરપંચ દ્વારા ગામની તમામ દીકરીઓ અને મહિલાઓને સ્વખર્ચે ડિલિવરી અને લગ્ન પ્રસંગે સહાય આપવાની શરૂઆત કરી છે.


ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દીકરીઓ અને મહિલાઓ માટે કરોડો રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે હાલમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાને મહિલા સશક્તિકરણ કાર્યક્રમ થકી લોક જાગૃતિ લાવવામાં આવી રહી છે પરંતુ આજે અમે તમને એક એવી ગ્રામ પંચાયતના સરપંચની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેઓએ મહિલાઓ અને દીકરીઓ માટે એક નવી પહેલ ચાલુ કરવામાં આવી છે ગુજરાતમાં એકમાત્ર ગ્રામ પંચાયત છે કે જેમના મહિલા સરપંચ દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે સ્વખર્ચે સહાય આપવામાં આવી રહી હોય.ભીલડી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન દ્વારા આજે મહિલાઓ અને દીકરીઓ માટે જે સહાય આપવામાં આવી રહી છે તે જોતા અન્ય ગ્રામ પંચાયત દ્વારા જો આ રીતે કામગીરી કરવામાં આવે તો અન્ય ગામની દિકરીઓને પણ સહાય મળી શકે તેમ છે...
બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામે ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન મોદી આમ તો માત્ર 8 ચોપડી સુધી જ અભ્યાસ કરેલો છે પરંતુ આજે ભીલડી ગામની મહિલાઓ અને દીકરીઓ માટે કરેલી કામગીરીથી ગુજરાતભરના લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. ગીતાબેન મોદી જાન્યુઆરી 2017ના રોજ ભીલડી ગ્રામ પંચાયતમાં પદભાર સાંભળ્યો હતો. ત્યારથી આજ દિન સુધી ગીતાબેન મોદી દ્વારા ભીલડી ગામેને સી સી ટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું, તમામ ગામમાં શૌચાલય બનાવવામાં આવ્યા, મહિલાઓ માટે સીબીર યોજી 780 જેટલા માં કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. ગીતાબેન મોદી દ્વારા ગામના વિકાસમાં પણ પોતાની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ ગીતાબેન મોદી ભીલડી ગામે લોકોના ઘરે ઘરે જઈ જે પ્રમાણે સહાય આપી રહ્યા છે તે એક પ્રેરણારૂપ સાબિત થઇ રહી છે
આજે પ્રથમ દિવસે ગીતાબેન મોદી દ્વારા મહિલાઓ અને દીકરીઓને સહાય આપવાની શરૂવાત કરવામાં આવી હતી. જેથી આજે પ્રથમ દિવસે મહિલાઓ અને દીકરીઓએ આ સહાયનો લાભ લીધો હતો. આજે મહિલા સરપંચ દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાથી ભીલડી ગામની અનેક મહિલાઓ અને દીકરીઓને ફાયદો થઈ શકે તેમ છે. ત્યારે આજે મહિલા સરપંચ ગીતાબેન દ્વારા ભીલડી ગામની મહિલાઓને આ યોજના અંગે માહિતગાર કરવા માટે ઘરે ઘરે જઈ સમજણ પુરી પાડવામાં આવી હતી. અને જે પણ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે તે તમામ મહિલાઓ સરપંચની આ કામગીરીને વખાણી રહી છે....
બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામએ 5 હજાર વસ્તી ધરાવતું ગામ છે. અને આ ગામને તમામ જવાબદારી ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન મોદી કરવામાં આવી રહી છે. અગાઉ પણ આ મહિલા સરપંચ દ્વારા ગામના વિકાસ માટે અનેક કાર્ય કરવામાં આવ્યા છે ત્યારે હાલમાં ગીતાબેન મોદી દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે જે સહાય ની શરૂઆત કરવામાં આવી છે તે જોતા હાલ ગીતાબેન મોદી બનાસકાંઠા જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે.