Bhabhar : તિરૂપતી માર્કેટમાં જુગાર રમતાં ૧૦ જુગારીયા ઝડપાયા

ભાભર પોલીસ દ્વારા તિરૂપતી માર્કેટ માં રેડ કરી હીરાના કારખાનામાં ચાલતુ જુગારધામ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી..
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાભરના તિરૂપતી માર્કેટમાં ચાલતા હીરાના કારખાનામાં રેડ કરતાં ૧૦ જુગારીયાઓને જુગારધામ રમવાના સાધનો સાથે ઝડપી લઈ તેમની પાસે થી રૂ ૮૨૨૦ રોકડા તથા મોબાઈલ નંગ ૭ કીમતી રૂ.૩૧ હજર કુલ રૂપિયા ૩૯૨૨૦નો મુદ્દામાલ ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. ભાભર વિસ્તારમાં જુગારધામ ઝડપાતા જુગારીયામાંઓ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.