Jamnagar : આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

સમગ્ર જિલ્લામાં 448 આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે... રાજ્યના આરોગ્ય કર્મચારીઓની સાથે પોતાના ગ્રેડપે સહિતની જુદી-જુદી છ માંગણીઓ સાથે આજે ફરી આરોગ્ય કર્મચારીઓની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જામનગર જિલ્લાલા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીનેે આવેદનપત્ર પાઠવી આજથી જામનગર જિલ્લાના આરોગ્ય કર્મચારીએ હડતાલનું બ્યુગલ ફૂંક્યું છે. અને જ્યાં સુધી કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી હા ચોક્કસ મુદતની હડતાલ પર આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા છે.
જામનગર જીલલાના ગ્રામીણ વિસ્તારના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જતા આજે ૧૦૦ કરતા વધારે ગામોમાં બાળ આરોગ્ય સેવાઓ,સગર્ભા માતાઓ,ધાત્રી માતાઓની સેવાઓ,તરુણ તરુણઓની સેવાઓ, રસીકરણ,ટેકો એન્ટરી સેવાઓ ખોરવાઈ જવા પામી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે ગઈ કાલથી ચારસો પચાસ જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જતા આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર થઈ છે. લેબોરેટરી ટેક્નિશિયન ન હોવાના કારણે કોઈ પણ પ્રકારના રોગોના નિદાનની કામગીરી થઈ ન હતી. ફાર્મા સીસ્ટ, ના હોવાના કારણે દવા વિતરણ કામગીરી મેડિકલ ઓફીસરોએ જાતે કરવી પડી હતી. સ્ટાફ નર્સ ન હોય સ્થાનિક કક્ષાએ સંસ્થાકીય પ્રસુતિ થઈ શકી નથી.જેથી રેફરલ હોસ્પિટલ કે જનરલ હોસ્પિટલ ખાતે ધક્કા ખાય આરોગ્ય સેવાઓ લેવી પડી રહી છે.મલ્ટી પરપઝ હેલ્થ વર્કરો દ્વારા ગ્રામ્ય કક્ષાએ થતુ મેલેરીયા, ટી.બી.ડેન્ગ્યુ જેવા અનેક સર્વે કામગીરી બંધ થઈ છે. લેબોરેટરી ટેક્નિશિયન ના હોવાના કારણે કોવીડ અંતર્ગત આર.ટી.પી.સી.આર. ના નમુના લઈ નિદાન કરવાની કામગીરી સદંતર બંધ થઇ છે.પી.એચ.સી. તાલુકા હેલ્થ ઓફિસ અને જીલ્લા કક્ષાએથી થતા રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ રિપોર્ટ ઠપ્પ થવા પામ્યા છે.