ડભોઇ : કુબેરેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નીમીતે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

ડભોઇ તિલકાવાડા રોડ ઉપર ગાયત્રી કોમ્પલેક્સ સોસાયટી નજીક કુબેરેશ્વર મહાદેવ મંદિર આવેલ છે સોસાયટી ના રહીશો દ્વારા વર્ષો થી આ મંદિરે વિવિધ ધાર્મીક કાર્યક્રમો કરવામાં આવતા રહ્યા છે મંદિર ના 13માં પાટોત્સવ નીમીતે લઘુરુદ્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું સવાર થી જ મોટી સંખ્યા માં ભક્તો નું મહેરામણ ઉમટી પડ્યું હતું.
ડભોઇ કુબેરેશ્વર મહાદેવ મંદિરના 13માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગાયત્રી કોમ્પ્લેક્સ મહિલા મંડળ અને યુવકો દ્વારા મંદિર પરિષર માં લઘુરુદ્ર યજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 7 જેટલા નવયુગલ ભગવાન ની શ્રધ્ધાભેર પૂજા યજ્ઞ કરી ધન્યતા અનુભવી હતી. તો વધુ માં સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા જેમાં વહેલી સવારે ભક્તો નું મહેરામણ ઉમટી પડ્યું હતું તો સાંજે મહાઆરતી બાદ પ્રસાદી લઈ ભક્ત જનો એ ધન્યતા અનુભવી હતી. સમગ્ર લઘુરુદ્ર યજ્ઞ માં વિધ્યાવાન ભ્રમણ ભાર્ગવભાઈ ભટ્ટ અને ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન થયો હતો.