Surat : ઉધના પાંડેસરા વિસ્તારમાં જોવા મળતી ગંદકીનો વિડીયો વાયરલ

ચુંટણી આવતા જ શહેરમાં રાજકીય પાર્ટીો મેદાને આવી ગઈ છે ત્યારે હાલમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ ગંદકીને સામેની ઝુંબેશમાં હવે એન.સી.પી. પણ જોડાઈ હોય તેમ ઉધના પાંડેસરા વિસ્તારમાં જોવા મળતી ગંદકીનો વિડીયો વાયરલ કર્યો છે. અને સ્વચ્છતાની વાતોમાં તંત્રની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો.
સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં ક્રમાંક મેળવી રહ્યો છે જો કે તેમ છતા શહેરના અનેક સ્લમ અને છેવાડા વિસ્તારો આજે પણ ગંદકીને લઈ ખદબદતા હોય તેમ લાગે છે. ત્યારે ચુંટણી આવતા કોંગ્રેસ દ્વારા દર રવિવારે ધારાસભ્યોના ઘર અને ઓફિસ પાસે કચરો નાંખવામાં આવે છે ત્યારે એન.સી.પી. દ્વારા શહેરમાં થતી ગંદકીનો વિડીયો વાયરલ કરાયો છે. એન.સી.પી.ના યુવા આગેવાન કૃણાલ સુર્યવંશી દ્વારા ઉધના પાંડેસરા વિસ્તારમાં ઉદભવેલી ગંદકી અંગે સુરત મનપા અને સ્થાનિક શાસકો પર પસ્તાળ પાડી હતી. જુઓ શુ કહ્યુ કૃણાલ સુર્યવંશીએ.
નગરસેવકોના ઘરથી 100 મીટરની દુરી પર આવા કચરાના ઢગલાઓ જોવા મળે છે. પોતાનું ઘર આંગણું સ્વચ્છ નહીં રાખી શકનાર આ નગરસેવકો બહારનો વિસ્તાર કેવી રીતે સ્વચ્છ રાખશે? હાલ તો તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.