Surat : ઘરફોડ ચોરી કરનાર બે રીઢાઓ પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા

પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં બંધ ઘરોને ટાર્ગેટ કરી હાથફેરો કરનાર બે રીઢાઓ ચોરીનો સામાન લઈ ઓરિસ્સા ભાગે તે પહેલા જ પાંડેસરા પોલીસે ઝડપી પાડી ચાર ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
ચોરીનો સામાન લઈને ઓરિસ્સા વતન ભાગી રહેલા બે ચોરને પાંડેસરા પોલીસે રામજી મંદિર સામેથી પકડી પાડયા હતા. બન્ને ચોર પાસેથી સોના-ચાંદીના ઘરેણાં, ટીવી, રોકડ સહિતનો 2.21 લાખનો સામાન કબજે કર્યો છે. આ સાથે લિંબાયત અને પાંડેસરાના 4 ચોરીના ગુના પણ ઉકેલાયા છે. બન્ને ચોરે સરદારજી પાસે ચાવી બનાવી હતી. 4 જગ્યા પર બંધ મકાનના તાળાં ડુપ્લીકેટ ચાવીથી ખોલી ચોરી કરી હતી. ચોરી કર્યા પછી પાછા લોક મારી દેતા હતા. જેથી માલિક મકાન ખોલે ત્યારે તેને ચોરીની ખબર પડતી ન હતી. રાજીવ ઉર્ફે રાજુ કિતન નાહક અને ખત્રેવાસી ઉત્સવ નાયક બન્ને પાંડેસરા આવિર્ભાવ સોસાયટીમાં ભાડેથી રહી મજૂરી કામ કરે છે. બન્ને જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં દિવસમાં રેકી કરી બંધ મકાનમાં ચોરી કરતા હતા. મજૂરીકામ જ્યા મળે ત્યાં જઈ આજુબાજુમાં જે બંધ મકાન હોય ત્યાં રેકી કરી મોકો મળે એટલે ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરતા હતા. ચોરીના મુદામાલમાં 11 હજાર મોજશોખમાં ઉડાવી દીધા હોવાની પણ રીઢાઓએ કબુલાત કરી હતી. રીઢાઓએ પાંડેસરા પોલીસ મથકની હદમાં આવીર્ભાવ સોસાયટી વિભાગ 2ના મકાનને નિશાન બનાવી ત્યાંથી ટીવીની ચોરી કરી હોય જે મામલે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી