Surat : રૂપાલી સિનેમા પાસે ખોદકામ વખતે ગેસ પાઈપ લાઈન તુટી

સુરત મહાનગર પાલિકા દ્વારા રૂપાલી સિનેમા પાસે ચાલી રહેલ પાણીની લાઈન નાખવાની કામગીરી દરમિયાન ખોદકામ વખતે ગેસ પાઈપ લાઈન તુટી જતા ગેસ લીકેજ થયો હતો.
જેને લઈ સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓની બેદરકારી વારંવાર બહાર આવે છે. ત્યારે આવી જ એક બેદરકારી સામે આવી છે. જેમાં રાંદેર રોડ રૂપાલી સિનેમા પાસે ચાલી રહેલ પાણીની લાઈન નાંખવાની કામગીરી દરમિયાન જે.સી.બી. દ્વારા ચાલી રહેલ ખોદકામની કામગીરીમાં ગેસની પાઈપ લાઈન તોટુ જતા ગેસ લીકેજ થયુ હતું. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. બનાવને લઈ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.