Surat : વનિતા વિશ્રામ સંસ્થાનો ખાનગી યુનિવર્સિટી બનાવવા માટે પ્રયાસ

સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં મહિલા સશક્તિકરણ અને કન્યા કેળવણી માટે ઉત્તમ ઉદાહરણરૂપ લઈ શકાય તેવી વનિતા વિશ્રામ સંસ્થાએ ખાનગી યુનિવર્સિટી બનાવવા માટે પ્રયાસ શરૂ કરાયા છે. જો પરવાનગી મળશે તો 113 વર્ષ જુની વનિતા વિશ્રામ રાજ્યની પ્રથમ મહિલા યુનિવર્સિટી બનશે.
સુરત શહેરમાં વર્ષ 1907 એટલે કે આજથી 113 વર્ષ પહેલા શરૂ થયેલી વનિતા વિશ્રામ સંસ્થાએ રાજ્યની પ્રથમ ખાનગી મહિલા યુનિવર્સિટી બને તેવા સંકેતો સાંપડ્યા છે. સંસ્થાના ચેરમેનએ તાજેતરમાં જ રાજ્યની ઉચ્ચ શિક્ષણ કરમિશનર કચેીરમાં ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ 2009 હેઠળ ગુજરાતની પ્રથમ મહિલા ખાનગી યુનિવર્સિટી (સુચિત) સ્થાપના માટે કામગીરી શરૂ કરી છે. જેમાં યુજીસીના નિમયોનુસાર સ્થાનિક વિસ્તારની યુનિવર્સિટીનું એનઓસી ફરજીયાત હોઈ સંસ્થાના ચેરમેનએ વીર નર્મદ યુનિવર્સિટી પાસે એનઓસી માટે તજવીજ શરૂ કરી છે. આગામી આઠ ડિસેમ્બરના રોજ યોજાનારી સિન્ડિકેટની બેઠકના એજન્ડા પર આ બાબત સમાવવામાં આવતા સમગ્ર વાત ધ્યાન પર આવી છે. વનિતા વિશ્રામ સંસ્થાએ સુરતમાં વર્ષો પહેલેથી બાળ મંદિરથી શરૂ આત કરી કોલેજ અને વોકેશનલ કોર્સિસ ચાલુ કર્યા છે. હાલ આ સંસ્થા આર્ટસ, સાયન્સ, હોમ સાયન્સ, બેચલર ઓફ વોકેશન તેમજ કોમર્સ અને મેનેજમેન્ટ જેવી ફેકલ્ટી હેઠળ અલગ અલગ કોર્ષ ચલાવે છે.
વધુમાં વનિતા વિશ્રામ માં આગામી દિવસોમાં સિન્ડેકનટી સત્તા મંડળના અભિગમ બાદ સંસ્થાને ખાનગી યુનિવર્સિટીનું બિરૂદ મળશે કે કેમ તે નક્કી થશે.