Surat : વરાછા માતાવાડી ખાતે પતંગના દોરામાં કબુતર ફસાયો

ઉત્તરાયણ આવતા જ પક્ષીઓ માટે જાણે જીવલેણ બની જતુ હોય તેમ લાગી છે. ઉત્તરાયણના એક દિવસ પહેલા વરાછા માતાવાડી ખાતે પતંગના દોરામાં કબુતર ફસાયો હતો. જેને ફાયર અને જીવદયા સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરી ઉગારી લીધો હતો.
ઉત્તરાયણ આવતા જ પક્ષીઓ પતંગના કાતીલ દોરામાં ફસાઈ જતા હોવાના બનાવો બનવાનું શરૂ થઈ જાય છે ત્યારે ઉત્તરાયણના એક દિવસ પહેલા એટલે કે બુધવારના રોજ માતાવાડી વિસ્તારમાં આવેલ હેપ્પી પેલેસ પાસે પતંગના કાતિલ દોરામાં એક કબુતર ફસાયો હતો. જે અંગે સ્થાનિકોએ જીવદયા સંસ્થા અને ફાયરને જાણ કરી હતી. જેથી તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં પહોંચી મહામહેનતે રેસ્ક્યુ કરી કબુતરને બચાવ્યો હતો અને તેને જીવદયા સંસ્થાને આપતા જીવદયા સંસ્થા દ્વારા કબુતરની સારવાર કરાઈ હતી.
હાલ તો ઉત્તરાયણને લઈ કોઈ પણ જગ્યાએ વધારાની દોરી લટકતી દેખાય તો તેને કાઢી નાંખવી જેથી આવી રીતે મુંગા પક્ષીઓ તેનો શિકાર ન બને તેવી અપીલ કરાઈ રહી છે.