TRP કૌભાંડમાં 1400 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજુ

TRP કૌભાંડમાં 1400 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજુ

રિપબ્લિક ટીવીના અધિકારી સહિત 12 આરોપીઓ સામે મુંબઈ પોલીસે બોગસ TRP કેસમાં 1400 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી બે આરોપીઓને સરકારી સાક્ષી બનવા પણ અરજી થઈ છે.
મુંબઈમાં ટીવી ચેનલનું કથિત ટીઆરપી કૌભાંડ ગત મહિને બહાર આવ્યું હતું। જે મુજબ રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સલિંગએ હંસા રિસર્ચ ગ્રૂપ દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે અમુક ટેલિવિઝન ચેનલ રેટિંગના આંકડામાં છેડછાડ કરી રહી છે જે બાદ મુંબઈ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ કરી સમગ્ર કૌભાંડની માહિતી આપી હતી અને ત્યારબાદ આ મામલે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ ચલાવી હતી જેને લઇ ગઈકાલે મુંબઈ પોલિસે 1400 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી અને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આ ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રીબ્યૂશન હેડ ઘનશ્યામ શર્મા સહિત 12 આરોપીઓના નામ છે. ઉપરાંત ઓડિટર્સ અને ફોરેન્સિક એક્સપર્ટ સહિત 140 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે અને બે આરોપીઓને સરકારી સાક્ષી બનાવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર હજુ આ મામલે તપાસ ચાલુ છે અને આગામી સમયમાં તપાસ બાદ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે।
ટીવી ચેનલોને જાહેરાત ટીઆરપીના આધારે મળતી હોય છે. મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પ્રેસ કોંફરન્સમાં યોજી દાવો કર્યો હતો કે રિપબ્લિક ટીવી અને બે મરાઠી ચેનલ ટીઆરપીના આંકડામાં ચેડા કરી રહ્યા છે જો કે રિપબ્લિક ટીવી અને અન્ય ચેનલોએ આ આરોપોને ફગાવી દીધા હતા.