Upleta : કડવા પટેલ સોશિયલ ગ્રૂપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ઉપલેટામાં કડવા પટેલ સોશિયલ ગ્રૂપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થઇ શકાય તે માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો
હાલ સમગ્ર વિશ્વ કોરોનાવાયરસ ની વૈશ્વિક મહામારી નો સામનો કરી રહ્યો છે ત્યારે આ વૈશ્વિક મહામારી ને પગલે આવેલ lockdown દરમિયાન બ્લડ ડોનેટની એટલે કે બ્લડની ખુબ અછત ઉભી થયેલ હોય અને હવે unlock ની પ્રક્રિયા શરૂ છે ત્યારે બ્લડની અછતને પૂરી કરવા માટે ઉપલેટા શહેર અને તાલુકાના સૌ નાગરિકોને કડવા પટેલ સોશિયલ ગ્રૂપ દ્વારા બ્લડ ડોનેશન કરવા આવાહન પણ કરેલ. ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ આવાહાનને પગલે ઉપલેટામાં કંટેસરીયા વાડી કોટેજ હોસ્પિટલ સામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા આવેલ હતું જેમાં દાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને બ્લડની અછતને પૂરતી કરવા માટેના પ્રયત્નો કરાયા હતા.
સ્વ. હર્ષ પ્રભુદાશભાઈ ભાલાની ના સ્મરણાર્થે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર કુલ 332 બોટલ બોટલ એકત્ર થઇ હતી અને આ બોટલને બ્લડ બેંકને સોંપી અને બ્લડ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને તેમને મદદરૂપ થાય તેવા પ્રયાસ અર્થે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.