અમીરગઢ : બંગાળમાં થયેલ હિંસા મામલે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો

ચૂંટણી બાદ બંગાળમા થયેલ હિંસા મામલે અમીરગઢ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
દેશ મા કોરોનની મહામારી ચાલી રહી હતી ત્યારે બંગાળ મા ચૂંટણી જીતવા માટે રેલીઓ. જાહેર સભાઓ ચાલતી હતી જેના કારણે સરકાર વ્યસ્ત હતી અને દેશ માં કોરોના થી રોજ ના હજારો લોકો મોત ને ભેટી રહા હતા આખરે બંગાળ ની ચૂંટણી પૂરી થઇ અને પરીણામ આવી ગયા કે બંગાળ ની ચૂંટણી માં ટી એમ સી ને પ્રચંડ જનસમર્થન મળતા વિજય મેળવ્યો હતો જ્યાર થી બંગાળ મા ટી એમ સી વિજય બની તેના બીજા દિવસ થી બંગાળ માં હિંસા ચાલુ થઈ હતી હિંસા માં કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે કેટલાય લોકો ઘર વિના નાં થયા હતા બંગાળ માં હિંસા દરરોજ નવું રૂપ લેતા ભાજપ દ્વારા દેશમાં અલગ અલગ જગ્યાએ ટી એમ સી વિરૂદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
ભાજપ ના મતે ટી એમ સી ની મુખ્ય મંત્રી મમતા બેનરજી ચૂંટણી માં જે લોકો ભાજપ ને સમર્થન કર્યું હતું તેમને ટાર્ગેટ કરી હિંસા કરવામાં આવે છે બંગાળ ની આ હિંસા નો મુદ્દો કેન્દ્ સુધી પહોંચી ગયો હતો ત્યારે બંગાળ ની હિંસા નફરત ની હિંસા છે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશ માં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ મુકામે અમીરગઢ ભાજપ ના તાલુકા પ્રમુખ ના નેજા હેઠળ બંગાળ ની મમતા સરકાર સામે (શરમ કરો શરમ કરો ગંદી રાજનીતિ બંધ કરો) ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો
આ પ્રદર્શન માં અમીરગઢ ભાજપ પ્રમુખ પ્રવિણ ભાઈ પ્રજાપતિ તેમજ માહામત્રીઓ કૈલાસ ભાઈ દરજી ચેતન સિંહ રાજપુત તેમજ પુવ ભાજપ પ્રમુખ સંજય ભાઈ જૈન તેમજ શકિત કેન્દ્ર ના પ્રમુખ લલિત ભાઈ મોદી તથા તળશીભાઈ પટેલ તેમજ થોડી સંખ્યા માં તેમજ સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશીયલ ડીસટનટ રાખીને તેમજ માર્ક્સ પહેરી ને બેનરો પ્રદર્શિત કરી ને વિરોધ પ્રદર્શન કર્યો હતો.