અમદાવાદ બન્યું ડેથ સીટી - લગ્ન પ્રસંગમાં માત્ર 100 વ્યક્તિઓને પરવાનગી

અમદાવાદ બન્યું ડેથ સીટી - લગ્ન પ્રસંગમાં માત્ર 100 વ્યક્તિઓને પરવાનગી

દેશભરમાં કોરોના સંક્રમણ વધતું જાય છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસો વધતા પરીસ્થિતિ વિકટ બનતી છે. કોરોના કેસોમાં થતા મૃત્યુ દરના કારણે અગાઉ અમદાવાદ ડેથ સીટી તરીકે ઓળખાવવા લાગ્યું હતું ત્યારે ફરી એક વખત અમદાવાદમાં કોરોના કારણે થતા મૃત્યુદરે દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે જયારે દેશના 6 શહેરોનો મૃત્યુદર સામે આવ્યો છે ત્યારે તેમાં 4.1 ટકા મૃત્યુદર સાથે અમદાવાદ અવ્વલ અને બીજા સ્થાને મુંબઇ કે જ્યાં 3.9 ટકા મૃત્યુદર ત્યારબાદ કોલકાતામાં ર.પ ટકા, ચેન્નઇમાં 1.8 ટકા, દિલ્હીમાં 1.6 ટકા અને સૌથી ઓછું મૃત્યુદર બેંગ્લોરમાં 1.1 ટકા નોંધાયો છે જેને લઇ ફરી અમદાવાદ ડેથ સીટી તરીકે સામે આવ્યું છે.
અમદાવાદ શહેર અને જિલ્લો મળી અત્યાર સુધીમાં કોરોનાના 4,7309 કેસ નોંધાયા છે જેની સામે 1,968 દર્દીના મોત નિપજયા છે જ્યારે મુંબઇમાં 2,75,714 કેસ નોંધાયા છે જેની સામે 10,675 દર્દીઓના મોત થયા છે તે જ રીતે કોલકાતામાં 99,909 કેસ સામે 2,505 દર્દીએ જીવ ગુમાવ્યા છે. બેંગ્લુરૂમાં 3,00,000થી વધુ કેસ છે અને 4,068 દર્દીઓના કોરોનાથી મૌત થયા છે. ચેન્નઇમાં 2,00,000થી વધુ કેસ છે અને 3,813 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ હવે કાબુ બહાર જઈ રહ્યો છે. અમદાવાદમાં એકાએક કેસો વધી જતાં સરકારે નાછૂટકે 57 કલાકનું મીની લોકડાઉન કરવું પડ્યું હતું. ત્યારબાદ અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આવા સમયે જે પરિવારમાં લગ્નપ્રસંગ હોય તે લોકો દ્વિધામાં હતા. જોકે આજે સરકારે નવો જ આદેશ જાહેર કર્યો છે. જે મુજબ હવે લગ્ન, સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે।
અમદાવાદ સહીત ગુજરાતમાં કોરોના કેસ વધતા સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે ત્યારે ગુજરાત સરકાર દોડતી થઇ ગઈ છે અને રાતો રાતો રાત એક્શનમાં આવી હોઈ તેમ સખત પગલાંઓ ભરવા લાગી છે ત્યારે મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ, ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા કરી છે સાથે જ જે શહેરોમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે તે શહેરોમાં કર્ફ્યુના સમય દરમિયાન લગ્ન, સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી રાત્રી દરમિયાન લગ્નવિધિ માટે મંજૂરી આપવામાં આવશે નહીં તેમજ લગ્ન પ્રસંગમાં 200 ની સંખ્યા ઘટાડીને 100 વ્યક્તિઓની કરી છે. આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આજે રાત્રેથી અમલ કરવામાં આવશે.