આજે ફરી અમદાવાદ અને સુરતમાં કોરોના કેસોમાં તોતિંગ વધારો

આજે ફરી અમદાવાદ અને સુરતમાં કોરોના કેસોમાં તોતિંગ વધારો

ગુજરાતમાં વધતા કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1167 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,79,953 પર પહોંચ્યો છે. આજે 13 દર્દીઓના કોરોનાને કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3,859 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 13,600 એક્ટિવ કેસ છે અને રાજ્યમાં રિકવરી રેટ  91.16 ટકા થયો છે. ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 63,739 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 72,35,184 પર પહોંચ્યો છે.
આજે અમદાવાદ શહેરમાં 318, અમદાવાદ જિલ્લામાં 23, સુરત શહેરમાં 213, સુરત જિલ્લામાં 53, વડોદરા શહેરમાં 127, વડોદરા જિલ્લામાં 39 , રાજકોટ શહેરમાં 91, રાજકોટ જિલ્લામાં 54, મહેસાણામાં 60, ગાંધીનગર શહેરમાં 57, ગાંધીનગર જિલ્લામાં 37 કોરોનાના કેસ નોંધાયા છે. આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1,495 કેસ નોંધાયા છે જેની સાથે કોરોના કેસનો કુલ આંકડો 1,97,412 પર પહોંચ્યો છે.