કાંકરેજ : દિયોદરના આશાસ્પદ યુવાનએ કેનાલમાં ઝંપલાવ્યું

દિયોદરના બંસીધર સોસાયટીમાં રહેતા પરિવારના આશા સ્પદ યુવાનનું કોઈ અગમ્ય કારણોસર દિયોદર લુંદ્રા કેનાલમાં લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે યુવાનના પરિવારે ગત દિવસે દિયોદર પોલીસ મથકમાં ગુમસુદાની જાણવા જોગ નોંધાવી હતી.. ત્યારે પરિવાર ચિંતા હતો ત્યાં સવારે દિયોદર પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કોઈ યુવાનની લાશ તરતી જોવા મળતા લોકો ના ટોળેટોળા ઉમટયા હતા. ત્યારે પરિવારને જાણ થતાં દિયોદર પોલીસ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારે પરિવારે યુવાને પોતાનો પુત્ર હોવાનું ઓળખી બતાવ્યું હતું.. યુવાન બે દિવસ થી મિત્ર ને મળવાનું કહી બહાર ગયો હતો જ્યાં મોડી સાંજે ઘરે પરત ના ફરતા યુવાનના પરિવારે સગા સંબંધી મિત્રવર્ગ તપાસ કરતા કોઈ ભાળ ના મળતા ગત દિવસે પરિવારે દિયોદર પોલીસ મથકમાં ગુમસુદા ની ફરિયાદ નોંધાવી હતી.. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા જ્યાં સ્થાનિક તરવૈયા દ્વારા યુવાન ની લાશ બહાર કાઢી દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા મોકલી આપી હતી
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના બશીધર સોસાયટીમાં રહેતા અને કેટલફૂડની દુકાન ધરાવતો યુવાન બે દિવસ અગાઉ હાઇવે ઉપર થી રાત્રે 8 વાગ્યા ના સમયે પોતાના મિત્રના ઘરે જવાનું કહી નીકળ્યો હતો અને સવાર સુધી ઘરે પરત ના આવતા પોતાનો પરિવાર ચિંતામાં મુકાયો હતો સવારે શોધખોળ કરતા ક્યાંય ભાળ ના મળતા પરિવારે પ્રતાપભાઈ ચાવડા નામનો યુવાન ગુમ થયાની દિયોદર પોલીસને જાણ વા જોગ આપી હતી.ત્યારે આજે સવારે દિયોદર લુંદ્રા મુખ્ય કેનાલમાં થી યુવાનની લાશ તરતી મળતાં ઘટનાસ્થળે પરિવાર સાથે પોલીસ દોડી આવ્યા હતા. મૃત હાલતમાં દિયોદર પાસે આવેલા મુખ્ય નર્મદા કેનાલ માં તરતી લાસ લોકોએ જોતા લાસ બાબતે આ વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતા અને સ્થાનિક લોકોએ લાસને બહાર કાઢી ઓળખ કરતા પ્રતાપ ચવાડા ની હોવાનું માલુમ પડ્યું હતું અને આ બાબતે દિયોદર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી કારવાહી ચાલુ કરી હતી અને દિયોદર પોલીસે એડી મુજબ ગુન્હોહ નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
મહત્વનું છે દિયોદર ના આશાસ્પદ યુવકનું મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી પોતાના પરિવાર તેમજ માતાપિતા ઉપર આવેલી અણધારી આફતને લઈને સમગ્ર સમાજમાં પણ ઘેરા શોકની લાગણીઓ છવાઈ ગઈ છે