ગુજરાતમાં સતત છઠા દિવસે 1500 થી વધુ કોરોના કેસો

ગુજરાતમાં સતત છઠા દિવસે 1500 થી વધુ કોરોના કેસો

હાહાકાર મચાવેલા કોરોના વાયરસે ગુજરાતમાં પણ કહેર વરસાવ્યો છે જેને લઇ આજે નવા કેસનો આંક 1564 પર પહોંચ્યો છે આમ સતત છેલ્લા 6 દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 1500 ઉપર આવી રહી છે જેમાં આજે 1451 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,89,420 પર પહોંચ્યો છે અને આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3,969 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 14,889  એક્ટિવ કેસ છે અને રાજ્યમાં રિકવરી રેટ  ઘટતા 90.95 ટકા થયો છે. વધતા કેસોને લઇ ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 68,960 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,759,739 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે રાજ્યમાં હાલ 86 લોકો વેન્ટિલેટર ઉપર છે. તો આજે અમદાવાદ શહેરમાં - 319, અમદાવાદ જિલ્લામાં - 26, સુરત શહેરમાં - 223, સુરત જિલ્લામાં - 55, વડોદરા શહેરમાં - 130, વડોદરા જિલ્લામાં - 41 , રાજકોટ શહેરમાં - 96, રાજકોટ જિલ્લામાં - 53,ગાંધીનગર શહેરમાં - 25, ગાંધીનગર જિલ્લામાં - 33 તો ઉત્તર ગુજરાતના ખેડામાં નવા 57 કોરોનાના કેસ નોંધાયા છે.
અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ ગંભીર છે. છેલ્લા 6 દિવસથી સતત 1500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે અને અમદાવાદમાં સ્થિતિ પર હજી કાબૂ આવ્યો નથી જેને લઇ સુરતથી ડોક્ટરોની ટિમ મોકલવામાં આવી છે.